સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

New Update
સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

સુરત શહેરમાં અંદાજીત એક સપ્તાહ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બોલાવી છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Advertisment

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. એક સપ્તાહથી વધુ સમયથી મેઘરાજા શાંત રહેતા સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ હવામાન વિભાગની આગાહી ના પગલે આજે સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ અડાજણ, કતારગામ, રાંદેર, પર્વત પાટિયા,ઉધના,પાંડેસરા, સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે સવારે સ્કુલે જતા બાળકો તેમજ નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી હતી. પરંતુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

Advertisment