સુરત : હવે હશે સુરતનું રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન

0
260

સુરતને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની કવાયત શરૂ

મલ્ટી મૉડલ ટ્રાન્સપોર્ટ હબનો ડીપીઆર જાહેર કરવામાં આવ્યો

વર્લ્ડ કલાસ મલ્ટી મૉડલ ટ્રાન્સપોર્ટ હબની ડિઝાઇનનો વીડિયો

રેલવે દ્વારા હવે સુરતને વર્લ્ડ કલાસ રેલ્વે સ્ટેશન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કરોડોના ખર્ચે તૈયાર થનારી આ યોજનામાં યાત્રીઓ માટે સુરક્ષાની સાથે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાશે સ્ટેશન પર કોઈ અફરા તફરી થાય અથવા આગ લાગે, ભૂકંપ આવે અથવા જીવલેણ ગેસના બચાવ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ જીવલેણ ગેસની ઓળખ માટે રેલવે સ્ટેશન પર અત્યાધુનિક ગેસ ડિટેક્ટર સિસ્ટમ લગાડવામાં આવશે. આ ગેસને વાતાવરણથી હટાવવા માટે એન્ટીડોટ ઉપલબ્ધ થશે.ગેસ ડિટેક્ટ થતાની સાથે વેન્ટિલેશન માટે બધી બારીઓ ખુલી જશે અને એન્ટીડોટ રિલીસ્ થઈ જશે.

સ્ટેશન પર હવાની ગુણવત્તા બની રહે એ માટે સ્ટેશનના દરેક ખૂણામાં એર કન્ડીશનરની સાથે પ્યુરીફાયર લગાવવામાં આવશે. જે સતત હવામાં પ્રદૂષણના નાના કણોને ફિલ્ટર કરતો રહેશે. તેની સાથે ઓક્સિજન મોનિટર પણ રહેશે જે ઓક્સિજનની માત્રાને નિયંત્રણ કરશે. સ્ટેશન પર મોટા પ્રમાણમાં નીકળતાં કચરાને અલગ-અલગ સ્થળે ભેગો કરવામાં આવશે સોલિડવેસ્ટથી રિસાયકલ કરવામાં આવશે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાને આપી દેવામાં આવશે. થર્મલ કેમરાથી આગ પર તરત જ કાબૂ મેળવી શકાશે. સ્ટેશનના દરેક ખૂણામાં હીટ ડિરેક્ટર કેમરો લગાડવામાં આવશે. સાથે ઓપ્ટિકલ સ્મોક ડિરેક્ટર સિસ્ટમ પણ હશે.આ ખાસ કેમરા થકી વાતાવરણની તસ્વીરો લેતા રહેશે.

હવામાં કાર્બનના કણની માત્રા જો વધારે હશે તો તેની જાણકારી કન્ટ્રોલ રૂમમાં મળી જશે. ખાસ કંટ્રોલરૂમમાં ટ્રેનની અવર-જવર સાથે જે પણ ટ્રેક પર વાઈબ્રેશન થશે તેની ઉપર ખાસ નજર રાખવામાં આવશે. આ માટે ખાસ કંપની દ્વારા ટ્રેક ઉપર ઉપકરણ લગાવવામાં આવશે. જેથી તેમાં કોઈ ખામી સર્જાય તો તત્કાલિક તેને બદલી નાખવામાં આવે. સ્ટેશન પર સુરક્ષા માટે ઇમર્જન્સી ગેટ લગાવવામાં આવશે જો કોઇ દુર્ઘટના બને ત્યારે સ્ટેશનને માત્ર છ મિનિટમાં ખાલી કરી દેવામાં આવશે. જો આગ લાગે તો મહત્વપૂર્ણ ઓફિસો બંધ થઈ જશે.જેને માત્ર કંટ્રોલરૂમથી ખોલી શકાશે.

સ્ટેશન પર ઉપયોગ થનાર વીજળીમાં 30 ટકા સૌર ઊર્જા રહેશે .આ માટે સોલાર પેનલ લગાવવામાં આવશે. 360 ડિગ્રી ફરનાર હાઈ રેઝૂલેશન થર્મલ કેમરા, ગેસ ડિટેક્ટર, ગૅસ ડિટેક્ટર સિસ્ટમ, 125 મિનિટ સુધી આગને સહન કરી શકે એવી દિવાલ, ઓક્સિજન ડિરેક્ટર, એર પ્યુરીફાયર, ઓપ્ટિકલ હીટ, ડિરેક્ટર ઇમર્જન્સી ગેટ, ભૂકંપ અને ડિરેક્ટર એન્ટીડોટ, ઓક્સિજન મોનિટર, ઓપ્ટિકલ હીટ ડિરેક્ટરની સુવિધાથી સજ્જ રહેશે. સંપૂર્ણ સ્ટેશન ચાર ઝોનમાં રહેશે. સામાન્ય યાત્રી VIP અને VVIP માટે જુદા-જુદા રહેશે. જો કોઈને એકબીજાના ઝોનમાં જવું હોય તો પાસ લેવો પડશે. સ્ટેશનની અંદર આવનાર તમામ વાહનોનું સ્કેનિંગ કરવામાં આવશે અને તેનો ડેટા સ્ટોર કરવામાં આવશે. ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સ્ટેશનના દરેક ખૂણા પર વોચ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here