સુરેન્દ્રનગર : કુદરતી આફતોને નાથવા ધાંગધ્રા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવતા દિવસો દરમિયાન હરીયાળુ જંગલ અને વૃક્ષો પ્રદાન કરી રાજ્ય પર આવતી કુદરતી આફતોને નષ્ટ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
ઇકોશીખ સામાજિક સંસ્થા તથા જવાહર નવોદય વિધ્યાલયના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે વૃક્ષારોપણ કરી અંદાજે ૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જવાહર નવોદય વિધ્યાલયના NCC કેડેટ, શાળામાં અભ્યાસ કરતા વિધાથીઁ-વિધાથીઁનીઓ તથા પયાઁવરણ પ્રેમીઓ દ્વારા શાળાના પટાંગણમાં જંગલ અને શહેરની વસ્તીને અનુરૂપ આંબળા, મહેંથી દાળમ, અજુઁન સાદળ, ગોરસ આંબલી સહિત ૫૦ જેટલી જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
જવાહર નવોદય વિધ્યાલય, ધાંગધ્રા ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પયાઁવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષ રોપી તેના ઉછેર કરવાની પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વૃક્ષારોપણ કરી વિધાથીઁ-વિધાથીઁનીઓ તથા NCC કેડેટ દ્વારા પોતે વાવેતર કરેલા તમામ વૃક્ષોને કુદરતી સૌંદયઁ મળે અને પોતાને વધુ વૃક્ષો ઉછેર કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના પણ કરવામાં આવી હતી