/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/12103455/vlcsnap-2019-11-12-09h58m51s719.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે નગરપાલિકા વોર્ડ નં. ૧ના અયોધ્યા પાર્ક અને સિલ્વર પાર્કના રહીશોએ કલેક્ટર કચેરીમાં નીચે બેસી જઈ ગંદા પાણી નિકાલ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
વઢવાણ નગરપાલિકા હેઠળ આવતા ૮૦ ફુટ રોડ ઉપર અયોધ્યા
પાર્ક અને સિલ્વર પાર્ક તેમજ કર્ણાવતી પાર્ક સહિત આસપાસ વિસ્તારોના રહીશો ગટરના
ગંદા પાણીથી ત્રસ્ત થઈ રજૂઆત અર્થે કલેક્ટર
કચેરીએ દોડી આવ્યા હતા. રજૂઆત
કરતી મહિલાઓએ અધિકારીઓનો ઉધડો લઇ ઉગ્ર રજુઆત કરતા પોલીસ
પણ દોડી આવી હતી.
રોષે ભરાયેલી મહિલાઓએ કલેક્ટર કચેરીમાં નીચે બેસી જઈ
ગટરના ગંદા પાણીના નિકાલની માંગ કરી હતી. પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવા એ’ ડિવિઝન પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ
મુલાકાતની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ ગટરના ગંદા પાણી
બાબતે અવારનવાર ધારાસભ્ય અને પાલિકાને લેખિત રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતાં આ
વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી હતી. તેમજ પીવાના
પાણીમાં ગંદુ પાણી ભળી જતા શુદ્ધ પીવાનું પાણી વિતરણ કરવાની માંગ કરી હતી.