સુરેન્દ્રનગર : મુખ્યમંત્રીના હસ્તે ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણધીન વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવર બ્રિજનું, રૂપિયા ૨૭.૪૫ કરોડના ખર્ચે નવા બનાવાયેલ આવાસો તેમજ રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પંડીત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલને લોકાર્પિત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલ્વે ઓવર બ્રિજ, RAY આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસો તથા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલનો લોકાર્પણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્તામાં યોજાયો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિચરતી વિમુક્ત જાતિના લોકોને સનદ પણ વિતરણ કરવામાં આવી હતી. લોકોને સારી સુવિધાઓ ઘર આંગણે મળી રહે અને છેવાડાના લોકોને પણ સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે સરકાર કાર્યશીલ છે. બીજા શહેરની સરખામણીમાં પણ સુરેન્દ્રનગર પણ આગળ આવે અને લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કાર્ય કરશે અને ગરીબોને રહેવા માટે મકાન મળે તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર આગળ કૂચ પણ વધી રહી છે.