સૈનિકો માટે રૂ.28 કરોડના 7.6 લાખ ચંદ્રકો ખરીદશે સરકાર

New Update
સૈનિકો માટે રૂ.28 કરોડના 7.6 લાખ ચંદ્રકો ખરીદશે સરકાર

દેશની રક્ષા માટે સતત ઝઝૂમતા સૈનિકો પ્રત્યે સરકાર હવે જાગૃત બની છે, અને રૂપિયા 28 કરોડના 7.6 લાખ જેટલા ચંદ્રકો ખરીદવાની તૈયારી બતાવી છે.

દેશ માટે જાન હથેળી પર લઈ જંગમાં ઝુંકાવી દેનાર લશ્કરના સૈનિકોની દયનીય સ્થિતિ છે, સરકાર પાસે રફાલ યુદ્ધવિમાનો, સબમરીનો અને હોવિત્ઝર તોપ ખરીદવા માટે ભંડોળ છે, પણ જવાનોને મેડલ આપવા પૈસા નથી.જોકે હવે સરકારે 7.6 લાખ ચંદ્રકો ખરીદવા રૂ 28 કરોડ ખર્ચવાનો નિર્ણય કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

આ અંગે સેનાના સુત્રોનું કહેવુ છે કે , સૈનિકો દેશ માટે પોતાનો જીવ હથેળીમાં લઈને સરહદે રાત - દિવસ જોયા વિના કામ કરે છે. ત્યારે તેમની વ્યથા કથા સમજવી સામાન્ય માણસ માટે અશક્ય છે, ઉદાહરણ તરીકે 1999માં કારગીલ માં ઘૂસણખોરો સામે લડવા માટે સૈનિકોએ કશુ જોયા વિના સતત દેશનું રક્ષણ કર્યુ હતુ.