/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sdfgsrg-copy.jpg)
- કરોડો રૂપિયાના ધુમાડા સ્વચ્છતા નામે પણ સ્વચ્છતા નહિ
- ડસ્ટબીન ફ્રી સીટી બનાવા કન્ટેનર ઉઠાવ્યા પણ કચરા ઢગલા ઉઠવામાં એ સ્થળે નિષ્ફળ
- પાલિકા કચરા ઉઠવાના ટેમ્પા પણ રોશન પાર્ક નજીક જાહેર સડી રહ્યા છે
- પાલિકા અધિકારી ફોન કરતાજ નાની-નાની બાબતે અમને ફોન ના કરો તેવો ઉદ્ધત જવાબ
અંકલેશ્વર પાલિકા એવોર્ડ ગુમાવતાજ સફાઈમાં નિરાશ બની જવા પામી છે. કરોડો રૂપિયાના ધુમાડા સ્વચ્છતા નામે પણ સ્વચ્છતા નહિ હોવાના દ્રશ્યો ઠેરઠેર દેખાઈ રહ્યા છે. ડસ્ટબીન ફ્રી સીટી બનાવા કન્ટેનર ઉઠાવ્યા પણ કચરા ઢગલા ઉઠવામાં એ સ્થળે નિષ્ફળ નીવડી છે. પાલિકા કચરા ઉઠવાના ટેમ્પા પણ રોશન પાર્ક નજીક જાહેર સડી રહ્યા છે. પાલિકા મુખ્ય અધિકારી ફોન કરતાજ નાની-નાની બાબતે અમને ફોન ના કરો તેવો ઉદ્ધત જવાબ મળી રહ્યો છે.
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા બાબતે બેદરકાર બની હોવાના બોલતા પુરાવા સામે આવી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે કરોડો રૂપિયા તેના પ્રચાર પ્રસાર અને બેનર પાછળ ખર્ચી નાખ્યા હોવા છતાં પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા લાવામાં નિષ્ફળ નીવડી છે. ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. તેના એક ઉદાહરણ રૂપ સુરતી ભાગોળ વિસ્તારમાં દાતારનગર પાસે જ્યા થી પાલિકાએ ડસ્ટબીન ઉઠાવી લીધા છે. ત્યાં કચરાના ઢગલા વાગી રહ્યા છે. એટલુંજ નહિ ત્યાં પાલિકા કચરા બાબત સૂચક બોર્ડ પણ મુક્યા છે છતાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પણ તે માત્ર સૂચના આપતી પાલિકા આ કચરો ઉઠવામાં આળસ ખાય રહી છે.
એટલુંજ નહિ લાખો રૂપિયાના ખર્ચે લીધેલા કચરાના ટેમ્પા બગડી ગયા બાદ રોશન પાર્ક પાસે કચરામાં સ્વરૂપે મૂકી દેવામાં આવ્યા છે. જ્યા ટેમ્પા પડ્યા પડ્યા સડી ગયા છે. જે પાલિકાની તેમાની મિલ્કત અને સ્વચ્છતા બાબતની નિરશતાઓ બોલતો પુરાવો જોવા મળી રહ્યો છે. આ એટલું ઓછું હોય તો પાલિકા મુખ્ય અધિકારી પ્રશાંત પરીખને અમારા કેમેરામેન દ્વારા ફોન કરી આ બાબતે પુછાતા તેમના દ્વારા એમ જણાવ્યું કે આવી નાની બાબતે અમારા પર ફોન ના કરવો જે તે વિભાગના અધિકારીનો સંપર્ક કરો અમારો નહિ.
આને શું સમજાવું જે તે સમજાતું નથી દેશના પીએમ સ્વચ્છતાને મહત્વ આપે છે. જ્યારે પાલિકા અધિકરી માટે આ નાની બાબત છે તેનું મહત્વ નથી તો પછી કરોડો રૂપિયાનો ધુમાડો સ્વચ્છતા બાબતે કરનાર પાલિકા કયાં અધિકાર થી કર્યો તેવા સવાલ નાગરિક ઉઠાવે તો નવાઈ નહિ.