/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asds-1.jpg)
રાજપીપળાની છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજના પરિસરમાં આવેલા સ્વિમિંગ પુલમાં કલોરીનનું પ્રમાણ વધી જવાના કારણે 14 જેટલા બાળકોના શ્વાસ રૂંધાયા હતા. તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી દવાખાનાઓમાં ખસેડાયા હતાં જયાં સારવાર બાદ તમામની હાલતમાં સુધારો આવ્યો હતો.
ઉનાળા વેકેશનના કારણે બાળકો જુદી જુદી ઈતર પ્રવૃતિઓનો ઉત્સાહ દાખવતાં હોય છે. રાજપીપલાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના પરિસરમાં સ્વિમિંગ પુલ આવેલો છે. ઉનાળાના વેકેશનના પગલે ભારે માત્રામાં લોકો અહિયાં તરણ શીખવા આવે છે. મંગળવારના રોજ સ્વિમિંગ પુલની બહાર નીકળેલાં 14 જેટલા બાળકોએ શ્વાસ રૂંધાતો હોવાની ફરિયાદ કરતાં વાલીઓમાં ચિંતા પ્રસરી હતી. તેમને તાત્કાલીક વિજય પ્રસુતિ ગૃહ અને આત્મીય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. હાલમાં બાળકોની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.