હનુમાન મઢ્ઢી ચોકમા નશામા ધૂત વ્યક્તિએ પોલિસ કર્મીઓ પર કર્યો હુમલો

New Update
હનુમાન મઢ્ઢી ચોકમા નશામા ધૂત વ્યક્તિએ પોલિસ કર્મીઓ પર કર્યો હુમલો

રાજકોટ શહેરમા એક તરફથી પોલિસ ઠેર ઠેર નાકા બંધી કરી વાહન ચાલકોને રોકી તેમની તલાશી લઇ રહી છે. જે બાબતે કેટલાંક પ્રોહિબિશનના ગુના પણ નોંધાયા છે. તો બિજી તરફ મુખ્યપ્રધાનના ઘર પાસે આવેલ મફતીયાપરામા જ દારૂનુ વહેંચાણ થતુ હોવાનુ સામે આવ્યું છે.

Advertisment

ત્યારે સોમવારની રાત્રે કંઈક એવો જ બનાવ સામે આવ્યો છે. શહેરના હનુમાન મઢ્ઢી ચોકમા નશામા ધુત એક શખ્સે ચોકમા ઉભેલા લારી ગલ્લા વાળાઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો. આ અરસામા પોલિસની એક પીસીઆર વાન ત્યાંથી પસાર થઈ રહી હતી. જેમા બેઠેલા પોલિસ જવાનોએ આ તમામ દ્રશ્યો જોતા તેઓ પીસીઆર વાનની નીચે ઉતરી નશામાધુત શખ્સને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે નશાખોર શખ્સ ઉશકેરાય જતા તેણે પોલિસ કર્મીનુ ટી શર્ટ ફાડી નાખી તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી તમામ પોલિસ કર્મીઓ અને લોકો એ સાથે મળી નશામાધુત વ્યક્તિને મેથીપાક ચખાડયો હતો

Advertisment
Latest Stories