/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/193460e0-0da0-40b6-9cd4-7221123f3cbb.jpg)
સમગ્ર દેશમાં કેશલેસ ટ્રાન્જેકશન અને ડિજીટલ પેમેન્ટને વેગ મળી રહ્યો છે ત્યારે આ દિશામાં દિલ્હી સરકાર દ્વારા પણ એક નવુ પગલુ ભરવામાં આવ્યુ છે.
દિલ્હી સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સમાં અરજદારોને અપૂરતી રોકડને કારણે પાછા ન જવુ પડે તેમજ ડિજીટલ વ્યવહારોને પ્રોત્સાહન મળે તે માટે ઓનલાઇન ચુકવણીની શરૂઆત કરી હતી. તેમજ આ અંગેની ટ્વિટ દિલ્હી ટ્રાન્સપોર્ટ પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી હતી.
દિલ્હી સરકારે એક નોટિસમાં જણાવ્યુ હતુ કે કોઇ પણ અરજદાર બિન-પરિવહન વાહન માટે કાચુ તેમજ કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ માટેની નિયત કરેલ ફીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે તેમજ આ સુવિધા પરિવહન વિભાગની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
આ સાથે અરજદાર પોતાની અનુકૂળતા મુજબ ઝોનલ ઓફિસ સાથે તારીખ અને સમય પણ પસંદ કરી શકશે.
જાહેર નોટિસ મુજબ અરજદારો અગાઉથી 1 થી 15 દિવસ પહેલા બુક કરી શકશે તેમજ એક જ ઝોનલ ઓફિસમાંથી પ્રારંભિક નિમણૂક તારીખથી એક મહિનાની અંદર બે વાર તારીખ બદલી શકાશે.