રૂ.૫૯૪ અને રૂ.૨૯૭ પ્લાન દૈનિક ૫૦૦ એમબીનો ડેટા આપે છે.

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયોએ જિયો ફોન ગ્રાહકો માટે લાંબી અવધિના રૂ.૫૯૪ અને રૂ.૨૪૭ના ખાસ પ્લાન ગુરુવારે લોન્ચ કર્યા હતા.

રૂ.૫૯૪ના પ્લાનમાં જિયો ફોન ગ્રાહક દૈનિક અનલિમિટેડ ડેટા અને જિયો એપ્લીકેશન બન્ને ૧૬૮ દિવસ માટે એટલે કે લગભગ છ મહિના માટે વાપરી શકશે. અનલિમિટેડ ડેટાની દૈનિક 4G સ્પીડ ૫૦૦ MB સુધી માર્યાદિત રહેશે. જો ગ્રાહક તેના કરતા વધારે ડેટા ઉપયોગમાં લેશે તો સ્પીડ ઘટી ૬૪ kbps થઇ જશે. આ પ્લાનમાં ૨૮ દિવસ સુધી ૩૦૦ SMS પણ મફત આપવામાં આવશે, એમ કંપનીએ જણાવ્યું હતું.

આ સિવાય, રૂ.૨૯૭ના પ્લાનમાં જિયો ફોન અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ, કોઇપણ શરતો વગર વાપરી શકશે. આ પ્લાનમાં દર મહીને ૩૦૦ SMS અને રોજનો ૫૦૦ MB ડેટા પણ મળે છે. જો ગ્રાહક રોજની ૫૦૦ MBની મર્યાદા કરતા વધારે ડેટા વપરાશ કરે તો ડેટાની સ્પીડ ઘટીને ૬૪ kbps કરવામાં આવશે. આ પ્લાનની મુદ્દત ૮૪ દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના છે.

જિયો ફોન ૨.૪ ઇંચના ડિસ્પ્લે સાથે T9 કીબોર્ડ સાથે આવે છે. આ ફોનમાં ૨ મેગા પિક્સેલનો કેમેરા છે અને ફ્રન્ટમાં ૦.૩ મેગાપિક્સેલનો VGA કેમરા છે. આ ફોન KaIOS ઉપર ચાલે છે. જિયો ફોન 4G VoLTE સાથે એફએમ રેડિયો, બ્લુટુથ, Wi-Fi, GPS અને NFC જેવી ચીજોને સપોર્ટ કરે છે.

જિયો ફોનમાં ૨૦૦૦ mAhની બેટરી છે, ૫૧૨ MBની રેમ અને 4GBની સ્ટોરેજ કેપેસીટી છે. ફોનમાં MyJio, JioMusic, JioTV અને અન્ય જિયો એપ્સ પહેલેથી જ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here