હાલોલના પાવાગઢમાં ડુંગર પર પાટિયા પુલ પાસે મહાકાય શીલા ધરાશાયી

New Update
હાલોલના પાવાગઢમાં ડુંગર પર પાટિયા પુલ પાસે મહાકાય શીલા ધરાશાયી

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારે સાંજના સુમારે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં વરસાદ થતા યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ વરસાદમાં પાટીયા પૂલ નજીક વરસાદથી માટીનું અનેક સ્થળે ધોવાણ થતા એક મહાકાય શીલા ધરાશઈ થઇ હતી જે મહાકાય શીલા પાટિયા પુલ પાસે પગપાળા જવા ના પગથિયાં ઉપર પડતા અવર જવર માટે નો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો.

જો કે સદનસીબે બનાવ ગત મોડી સાંજે બનતા યાત્રાળુનો પ્રવાહ બંધ હોવાથી કોઈ જાનહાની સર્જાય ન હતી. બનાવ અંગે ની જાણ વહીવટી તંત્રને થતા બનાવની ગંભીરતા ધ્યાને લઈ વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવી રસ્તા ઉપર પડેલ મહાકાય શીલા (પથ્થર)ને ખસેડવાની કામગીરીમાં જોતરાયું હતું જોકે વહીવટી તંત્રે જહેમત કરી એક તરફ નો રસ્તો ખુલ્લો કરી દેતા યાત્રાળુઓની યાત્રા શરૂ કરી દેવામાં આવી હતી.

દક્ષિણ પંચમહાલમાં શનીવારે સાંજે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડયો હતો જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ પડતાં વરસાદી પાણીના વહેણમાં ડુંગર પર માટીનું અનેક સ્થળે ધોવાણ થયું હતું જેને કારણે પાવાગઢ તળેટી થી માચી તરફ જવાના રસ્તા પર અગાઉ બનાવાયેલી એક પ્રોટેક્શન વોલ પાણીના વહેણમાં તણાઈ ધરાશાયી થઈ ગઈ હતી. અને પાટીયાપૂલ નજીક એક અંદાજિત ૬૦ ટન જેટલી મહાકાય શીલા(પથ્થર) ધરાશય થઈ ગઈ હતી. આ મહાકાય પથ્થર પગપાળા જતા યાત્રાળુઓ માટે બનાવેલ પગથિયાં પર પડતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો.

જોકે મોડી સાંજ હોવાથી અને ભારે વરસાદ ને લઈ યાત્રાળુઓનો પ્રવાહ બંધ હોવાથી કોઈ જાનહાનીની થવા પામી ન હતી. બનાવ અંગે ની જાણ વહીવટી તંત્ર ને થતા તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક યુદ્ધના ધોરણે યાત્રાળુઓ માટેનો પગપાળા અવરજવર નો રસ્તો એક તરફ થી ખુલ્લો કરી માતાજીના દર્શને પધારેલ યાત્રાળુઓની યાત્રા શરૂ કરી દેવામાં આવી હતી.

તેમજ અનેક સ્થળે માટીનું ધોવાણ થઈ ધરાશયી થયેલ અન્ય નાના મોટા પથ્થરો પણ ખસેડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી હતી.