હાલોલ સ્ટેશન રોડ ઉપર આવેલા આર્યુવેદીક હોસ્પિટલમાં લાગી આગ

હાલોલ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા એક આયુર્વેદિક હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી.તે આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્ટેશન રોડ વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સ્ટેશન રોડ ઉપર આવેલા કોર્ટ કચેરી,બેન્કોની શાખાઓ ટ્રાન્સપોર્ટની ઓફિસો તેમજ રહેણાક વિસ્તાર હોવાને લીધે આ વિસ્તારમાં ભારે અવર જવર હોવાથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પરંતુ સ્થાનિક લોકો દ્વારા હાલોલ નગર પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા .
હાલોલ શહેરના સ્ટેશન રોડ ઉપર એક આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલમાં આજે સવારના સમયે હોસ્પિટલ બંધ હતી તે દરમિયાન અંદર એકા એક આગ ફાટી નીકળતા દવાખાનું તમામ ફર્નિચર બળીને ભસ્મભૂત થઈ જવા પામ્યુ હતું. આગને પગલે દુકાનની અંદરથી ધુમાડાના ગોટે ગોટા દેખાતા આસપાસના લોકોના જીવ પડીકે બંધાયા હતા. આ બનાવની જાણ હાલોલ નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ ઉપર કાબૂ મેળવવામાં આવતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈપણ જાન હાની થવા પામી નથી.
સ્ટેશન રોડ શહેરનો હાર્દ સમા વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારમાં કોર્ટ કચેરી, બેન્કની શાખાઓ, રહેણાંક મકાનો, ટ્રાન્સપોર્ટ ઓફિસો અને પ્રિન્ટીંગ પ્રેસ જેવા અનેક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સમગ્ર દિવસ દરમિયાન ભારે અવર જવર રહેતી હોય છે. જેના કારણે અહીં અવર જવર કરતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ આગના કારણે કોઈ જાનહાની થવા પામી નથી. અને આ આગ લાગવાની ઘટનાની જાણ શહેરમાં વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટ્યા હતા અને આને લઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT