હિમાચાલ પ્રદેશનાં સીએમ તરીકે જયરામ ઠાકુરની પસંદગી

New Update
હિમાચાલ પ્રદેશનાં સીએમ તરીકે જયરામ ઠાકુરની પસંદગી

હિમાચલ પ્રદેશમાં બીજેપી વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે જયરામ ઠાકુરનાં નામ પર મહોર મારવામાં આવી છે. અને તેઓને તમામ ધારાસભ્યોનું સમર્થન મળ્યુ હતુ.

Advertisment

પાર્ટીના ઓબ્ઝર્વર નરેન્દ્રસિંહ તોમરે મીડિયાને સંબોધન કરીને આ અંગે જાણકારી આપી હતી,અને જણાવ્યુ હતુ કે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરવામાં આવશે. રાજ્યપાલનાં નિર્દેશ મુજબ નક્કી કરેલા કાર્યક્રમમાં જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશનાં 13માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે રવિવારે બપોરે 1 વાગે ધારાસભ્યોની બેઠક મળી હતી. આશરે દોઢ કલાક ચાલેલી બેઠક બાદ જયરામ ઠાકુરનાં નામ પર સર્વાનુમતે મહોર મારવામાં આવી હતી.

આ બેઠકમાં બંને ઓબ્ઝર્વર રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહ્યા હતા. હિમાચલ પ્રદેશનાં તમામ બીજેપી લોકસભા અને રાજ્યસભા સાંસદ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.