/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/untitled-1_650_101014110006.jpg)
સલમાન ખાન અને રેખા ૩૦ વરસ બાદ એક જ ફિલ્મમાં દેખાશે. જોકે આ ફિલ્મમાં તેમની વિશેષ ભૂમિકા હશે તેમજ સાથે કોઇ દ્રશ્ય હોવાની શક્યતા નહીંવત છે. રેખા અને ધર્મેન્દ્ર પર એક ગીતનું ફિલ્માંકન કરવામાં આવશે.
રેખા અને સલમાન ૩૦ વરસ પહેલા ફિલ્મ બીવી હો તોઐસી માં સાથે દેખાયા હતા. '' દેઓલ પરિવારની ફિલ્મ 'યમલા પગલા દીવાના ફિર સેનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેમાં સલમાન ખાન વિશેષ ભૂમિકામાં છે અને તેણ હાલ જ ગીતનું શૂટિંગ પણ કર્યું છે. હવે રેખાને પણ સ્પેશિલ અપીયન્સની વાત કરવામાં આવી હતી, અને અભિનેત્રી આ માટે રાજી પણ થઇ ગઇ છે. રેખા અને ધર્મેન્દ્ર પર એક ગીત ફિલ્માવામાં આવશે. ભૂતકાળમાં સાથે કરેલા ગીત 'રફતા રફતા દેખો આંખ મેરી લડી હૈ, ગીતનું રીમેક કરવામાં આવશે. આ ગીત સાથે દિગ્દર્શક ધર્મેન્દ્ર અને રેખાના રૃપેરી પડદાના રોમાન્સને ફરી તાજો કરવા માંગે છે.
આ ગીત તેમની ફિલ્મ 'કહાની કિસ્મત કીનું છે. આ ફિલ્મ ૧૯૭૩માં રીલિઝ થઇ હતી.રેખાએ હાલમાં જ આ ગીતનું શૂટિંગ પણ કર્યું છે, તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું. રેખા અને સલમાન ઉપરાંત શત્રુઘ્ન સિંહા પણ આ ફિલ્મમાં ડાન્સ કરતો જોવા મળશે.તે રેખા અને ધર્મેન્દ્ર સાથે એ જ ગીતમાં જોડાશે. આ ફિલ્મમાં સલમાન સાથેના ગીતમાં સોનાક્ષી સિંહા પણ જોવા મળશે.