Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં પીળા રંગનું પાણી નીકળતા આશ્ચર્ય

અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં પીળા રંગનું પાણી નીકળતા આશ્ચર્ય
X

અંકલેશ્વરમાં ગામડાઓનાં ભૂગર્ભ જળ પ્રદુષિત થયા બાદ હવે ઔદ્યોગિક વસાહતની પાણીની લાઈન માંથી પીળા રંગનું પાણી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે જીઆઇડીસી દ્વારા હાલમાં એસ્ટેટમાં પાણી કાપ ચાલી રહ્યો છે, તેમછતાં નળ માંથી પ્રદુષિત પાણી આવતા ભારે આશ્ચર્ય સર્જાયુ છે.

ઉકાઈ જમણા કાંઠાની નહેર દ્વારા હાલમાં સમારકામ હેઠળ પાણી પુરવઠા પર કાપ મુકવામાં આવતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત પર જળ સંકટનાં વાદળો ઘેરાયા છે. તો બીજી તરફ પ્રદુષિત પાણી નળ માંથી નીકળવાની ઘટના બની છે.

અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા ઉદ્યોગકાર યોગેન્દ્ર બુચે મિડીયાને જણાવ્યુ હતુ કે જીઆઇડીસી દ્વારા હાલમાં પાણી કાપ ચાલી રહ્યો છે, અને પાણી પુરવઠા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, પરંતુ પાણીની લાઈનનો નળ શરુ કરતા જ તેમાંથી પીળા રંગનું પાણી નીકળી રહ્યુ છે.

વધુમાં તેઓએ આ અંગે જીપીસીબી તેમજ ઉદ્યોગ મંડળમાં જાણ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. અને પાણીનાં નમૂના લઈને પૃથકરણ માટે મોકલી આપ્યા હોવાનું જણાવ્યુ હતુ.

Next Story