Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર સેન્ટ્રલ એક્સાઇઝ ખાતે GST સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

અંકલેશ્વર સેન્ટ્રલ એક્સાઇઝ ખાતે GST સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો
X

અંકલેશ્વર સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસ ખાતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ સેવા અને મોબાઈલ સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.

IMG-20170228-WA0056

સર્વિસ ટેક્ષ વડોદરા ઝોન,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન તથા સેન્ટ્રલ એક્સાઇઝ કસ્ટમ અને સર્વિસ ટેક્ષ વિભાગ દ્વારા આયોજિત GST સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન અરવિંદ સિંહ ચીફ કમિશનર સેન્ટ્રલ એક્સાઇઝ કસ્ટમ અને સર્વિસ ટેક્ષ વડોદરા ઝોનના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

IMG-20170228-WA0058

આ પ્રસંગે કરનેલ સિંહ પ્રિન્સિપલ કમિશનર,વડોદરા-2,પ્રવીણ જૈન કમિશનર (અપિલ),વિજય કલસી કમિશનર ભરૂચ,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના પ્રમુખ ચંદ્રેશ દેવાણી સહિતના આધિકરીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20170228-WA0057

ચીફ કમિશનર સેન્ટ્રલ એક્સાઇઝ કસ્ટમ અને સર્વિસ ટેક્ષ અરવિંદ સિંહએ આ પ્રસંગે GST ના રજીસ્ટ્રેશન અને તેના પ્રોવિઝન અંગે માહિતી આપી હતી,તેમજ GST સેવા કેન્દ્ર અને મોબાઈલ સેવા કેન્દ્ર કરદાતાઓ માટે મદદરૂપ નીવડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

IMG-20170228-WA0054

Next Story