Connect Gujarat
દેશ

આજે વિશ્વ ચકલી દિવસ

આજે વિશ્વ ચકલી દિવસ
X

ચકલી જે માણસોના કારણે જ અત્યારે આ લુપ્ત થતી યાદીમાં આવી ગયું છે. ત્યારે પંખીનું મહત્ત્વ સમજીને તેની જાળવણી કરવીએ આપણો ધર્મ છે. ઘર ચકલી ડોમેસ્ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે. ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો, ત્યાં આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.

આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા થઇ રહી છે. આધુનિક સ્થાપત્યની બહુમાળી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી.સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે

ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી. આજે વિશ્વ સ્પેરો દિવસ નિમિતે માટીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે લુપ્ત થઇ આ પ્રજાતિને બચાવવા નક્કર પગલા લેવામાં નહિ આવે તો આવનારી પેઢીએ ચકલી પણ ફોટામાં અને સોશિયલ મીડિયામાં અને માત્ર ફોટાઓમાં જ જોવી પડશે.

ઘરના આંગણે કૂદતી ચહેકતી ચકલી આજે માણસથી રિસાઇ ગઇ છે. આ રિસાયેલી ચકલીને મનાવવા લોકો હવે જાગૃત બન્યા છે. ચકલીની ચિચિયારી પાછી લાવવા પક્ષી પ્રેમીઓ મેદાને પડ્યા છે. પક્ષી વિદોના જણાવ્યા પ્રમાણે ચકલીઓની સંખ્યામાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. જો તેના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં નહીં આવે તો માત્ર તસ્વીરોમાં જ સમાઇ જશે. રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સે ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાંખી છે. આથી રિસાયેલી ચકલીને આપણે જ મનાવવી પડશે.

ચકલીને માત્ર વિશ્વ ચકલી દિવસે યાદ કરાય છે.પરંતુ કેટલાક પક્ષી પ્રેમીઓ ચકલીને બચાવવા માટે અવનવા પ્રયત્નો કરે છે.આ પક્ષી પ્રેમી ચકલી સંવન્નમાં માટે અનોખી પહેલ કરીને ચકલીનાં બચાવાનો સંદેશો આપી રહ્યા છે.ચકલી એટલે નાના બાળકોનું મન ગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયા ની ઉપમા આપવામાં આવે છે. એજ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. ત્યારે 20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે.

Next Story