Connect Gujarat
દુનિયા

ઇંગ્લેન્ડમાં આજે વેસ્ટ ઇન્ડિઝ-બાંગ્લાદેશ આમને-સામને

ઇંગ્લેન્ડમાં આજે વેસ્ટ ઇન્ડિઝ-બાંગ્લાદેશ આમને-સામને
X

વર્લ્ડકપ 2019 માં બંને ટીમ ચારમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે

આજ રોજ ટાઉન્ટન ખાતે વર્લ્ડકપની 23મી મેચ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે.બાંગ્લાદેશની આ પાંચમી મેચ છે,છેલ્લી ચાર માંથી 2 મેચ હાર્યું છે.શ્રીલંકા સામેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે હાર થઇ હતી. તેના ચાર મેચમાં ત્રણ અંક છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની પણ આ પાંચમી મેચ છે. તે 4માંથી 2 હાર્યું,1 જીત્યું અને 1 મેચ રદ થઇ હતી જેથી ચાર મેચમાં ત્રણ અંક છે.

વિન્ડીઝના ઓપનર ક્રિસ ગેલનું ફોર્મ વર્લ્ડકપમાં ખાસ ચાલ્યું નથી. તેણે માત્ર 107 રન 3 મેચમાં કર્યા છે. ગેલ આ મેચમાં મોટી ઇનિંગ્સ રમીને ફોર્મમાં આવે એવી વિન્ડીઝ ટિમ આશા રાખી રહી છે. જયારે નિકોલસ પૂર શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરે તો વિન્ડીઝ ટિમ ને ફાયદો રહેશે. તો બીજી તરફ ટીમના સૌથી અનુભવી બેટ્સમેનોમાંના એક તમીમ ઇકબાલનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યું છે. તેણે માત્ર 59 રન 3 મેચમાં કર્યા છે. બન્ને ટિમો ના પ્રદર્સન જોતા ટિમો ના ખેલાડીઓમાં ફેરબદલ થઈ શકે એવી સંભાવના છે.

Next Story