Connect Gujarat
દુનિયા

કોલંબો સહિત 3 શહેરોમાં થયા 8 સીરિયલ બ્લાસ્ટ, 262નાં મોત

કોલંબો સહિત 3 શહેરોમાં થયા 8 સીરિયલ બ્લાસ્ટ, 262નાં મોત
X

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા હતા.જેમાં 35 જેટલા વિદેશીઓ સહિત 262 લોકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં 4 ભારતીયોનો પીએન મોત નિપજ્યાં હતા. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા હતા.સૂત્રો મુજબ જાણકારી મળી હતી કે આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.

શરૂઆતના 6 વિસ્ફોટ લગભગ એક જ સમયે સવારે 8:45 વાગ્યે થયા હતાં. જ્યારે બાકીના બે વિસ્ફોટ બપોરે બેથી અઢી વચ્ચે કોલંબોમાં થયા હતા. પહેલો વિસ્ફોટ કોલંબોના કોચ્ચિકડેમાં સ્થિત સેંટ એન્થની ચર્ચમાં સ્થાનિક સમય મુજબ 8:45 વાગ્યે થયો હતો ત્યાર બાદ નેગોંબોના કતુવપિતિયામાં સ્થિત સેંટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોઆ સ્થિત એક ચર્ચમાં વિસ્ફોટ થયો હતો. આ ઉપરાંત કોલંબોમાં શાંગરી લા હોટલ, કિંગ્સબરી હોટલ અને સિનમન ગ્રાંડ હોટલમાં બ્લાસ્ટ થયા.

કોલંબોની ફાઈવ સ્ટાર હોટેલ શાંગ્રીલા, દ સિનેમોન ગ્રાંડ અને ધ કિંગ્સબેરીમાં 3 વિસ્ફોટ થયા હતાં. બપોરે એક વિસ્ફોટ દેહીવાલા ઝૂ નજીક આવેલી રેસ્ટોરન્ટ પાસે અને બીજો કોલંબોમાં ડેમાટોગોડામાં વિસ્ફોટ થયો હતો.

Next Story