Connect Gujarat
ગુજરાત

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયાના કલાકોમાં જ ભાજપને આપ્યું ખુલ્લું સમર્થન

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયાના કલાકોમાં જ ભાજપને આપ્યું ખુલ્લું સમર્થન
X

લોકસભાની ચૂંટણી માટેના મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ રાજકારણના એક બાદ એક રંગો સામે આવી રહ્યા છે. બે મહિના પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરની સભા યોજવાના હતી. તેના આગલા દિવસે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં જોડાયા હતા.

તો બીજી તરફ રવિવારના રોજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની હાજરીમાં તેઓ જોડાયા હતા.જો કે બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા બાદ ગણતરીની કલાકોમા જ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાના મનની વાત જાહેર કરી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એ પોતાના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા ISUPPORT BJP લખ્યું છે. તો સાથેજ નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે તો હેઝ ટેગમાં રિવાબા જાડેજા અને જય હિન્દ લખી પોતે ભાજપને સમર્થન આપ્યું છે

Next Story