Connect Gujarat
દુનિયા

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ બન્યું ચેમ્પિયન

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ બન્યું ચેમ્પિયન
X

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે સુપરઓવરમાં ટાઈ પડતા ઇંગ્લેન્ડ પહેલી વાર ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટની શોધ કરનાર ઇંગ્લેન્ડે વનડે વર્લ્ડકપના 43માં વર્ષે અને ટૂર્નામેન્ટની 12મી આવૃત્તિમાં વિજેતા બન્યું છે. બીજી તરફ કિવિઝ સતત બીજા વર્લ્ડ કપમાં રનરઅપ બન્યું છે. મેચમાં ટાઈ પડી હતી અને તે પછી સુપરઓવરમાં પણ ટાઈ પડતા બાઉન્ડરીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે મેચમાં 24 જયારે કિવિઝે 15 બાઉન્ડરી ફટકારી હતી. 242 રનનો પીછો કરતાં 86 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી બેન સ્ટોક્સ અને જોસ બટલરની 110 રનની ભાગીદારીએ ઇંગ્લિશ ટીમને ટાઇટલ જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

242 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થયું હતું. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 1 ઓવરમાં વિના વિકેટ ગુમાવી 15 રન કર્યા હતા. જવાબમાં કિવિઝે પણ 15 રન જ કર્યા હતા. તે પછી બાઉન્ડરીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે મેચમાં 24 જયારે કિવિઝે 15 બાઉન્ડરી ફટકારી હતી.

Next Story