Connect Gujarat
ગુજરાત

ગાંધીધામ : ફુડ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા મેઈન બજારમાં સપાટો,એક્સપાયર ડેટ થયેલ માલનો કર્યો નાશ

ગાંધીધામ : ફુડ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા મેઈન બજારમાં સપાટો,એક્સપાયર ડેટ થયેલ માલનો કર્યો નાશ
X

ગાંધીધામ નગરપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા મેઈન બજારમાં સપાટો બોલાવીને એક્સપાયર ડેટ થઈ ગયેલા ચોકલેટ બિસ્કીટના 1 લાખ 89 હજારના માલનો નાશ કરવામા આવ્યો હતો.

ખાધ્ય ખોરાકીનો ધંધો કરતા ધંધાર્થીઓ વાસી ખોરાક તેમજ એક્સપાયર ડેટ થઈ ગયેલી ખાદ્ય ચીજોનું વેંચાણ કરતા હોય છે. તેવામાં ગાંધીધામ નગરપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટર આનંદ ઉદવાણી અને સેનિટેશન શાખાની ટીમે ગાંધીધામની મેઈન બજારમાં દરોડો પાડ્યો હતો. બંધન બેંકની સામે આવેલી આનંદ ટ્રેડર્સ નામની દુકાનમાં સુધરાઈની ટીમે તપાસ કરતા એક્સપાયર ડેટ થયેલી ખાધ્ય ચીજો મળી આવી હતી. નગરપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટરની ટીમે કરેલી તપાસમાં ચોકલેટ, બિસ્કીટ, બોનવીટા, જેમ્સ, ગ્લુકોઝ તથા વિવિધ પ્રકારના બિસ્કીટનો એકસપાયર ડેટ થયેલો જથ્થો મળી આવ્યો હતો. સુધરાઈની ટીમે કુલ મળીને 1 લાખ 89 હજાર 370ના મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ફુડ ઈન્સ્પેક્ટર તેમજ સેનિટેશન ટીમની ધાક બેસાડતી કાર્યવાહીથી અન્ય ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Next Story