Connect Gujarat
ગુજરાત

ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે…જાણો ક્યાં?

ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે…જાણો ક્યાં?
X

મિત્રો ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે. જ્યાં આવનારા તમામ દર્દોને તમામ પ્રકારની સારવાર તદ્ન વિનામૂલ્યે આપવામાં આવે છે.નાની-મોટી નહીં...પરંતુ, ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ, કોઈપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે.

સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્‍ટ સંચાલિત. “નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ” ની અમે વાત કરો રહ્યા છીએ.આ હોસ્પિટલ -ભાવનગર જિલ્લાના, ઉમરાળા તાલુકાના, ટીંબા ગામે (અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને) આવેલી છે.

નિર્દોષાનંદજી હોસ્પિટલમાં - દર્દીઓની તપાસ,સોનોગ્રાફી,એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત - દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ “નિ:શુલ્ક' અપાય છે. ભારતભરમાં -આ રોતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં - સારણગાંઠ,એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, સ્તન કેન્સર, આંતરડાના ઓપરેશન તથા,સરકમસિઝન સર્ઝરો “વિનામ્‌લ્યે' થાય છે. પ્રોફેશનલ હોસ્પિટલોમાં -જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય.તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે. અહીં દર મહિને સરેરાશ ૭૫થી ૮૦ જેટલી પ્રસુતી થાય છે.

પ્રસુતી બાદ -પ્રસુતાને એક 'કોટ' અપાય છે. જેમાં -ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.આ ઉપરાંત - પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કોલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે. નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં -નોર્મલ ડિલીવરી, સિઝેરીયનનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus),સ્ત્રી નસબંધીનું ઓપરેશન (T.L.), ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.

જાન્યુઆરી-૨૦૧૧ થી ફેબ્રુઆરી-૨૦૧૩ સુધીમાં એટલે કે- ૨૬ માસમાં અહીં ૧,૮૭,૨૬૦ દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. આજ દિન સુધીમાં કુલ મળીને ૩,૩૪૫ ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ ૪૦,૯૯૮ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્ન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળનાં સમયમાં આ હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.તો,શિયાળામાં ઉકાળા કેન્દ્ર ચલાવાય છે આ હોસ્પિટલમાં -ઈઇ.એન.ટી.,યુરોલોજીસ્ટ,ફિઝિશિયન,રેડોયોલોજીસ્ટચેસટ ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો,આયુર્વેદીક,ઓડિયો મેટી.જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

Next Story