Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આવતીકાલે સાંજે "વાયુ વાવાઝોડું" ત્રાટકવાની સંભાવના

ગુજરાતમાં આવતીકાલે સાંજે વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના
X

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૧૨મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, ૧૩મી અને ૧૪મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપ્યું છે.

સોમવારે બપોરે એક વાગે ગુજરાતમાં વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં રાજ્યના દરિયાકાંઠાથી ૯૩૦ કિલોમીટર દૂર વાવાઝોડાની સ્થિતિ આકાર લઈ રહી હતી. અત્યારે ચક્રવાત ડિપ-ડિપ્રેશનની સ્થિતિમાં છે. આવતીકાલે ભારતીય હવામાન ખાતું વાવાઝોડા અંગે સ્થિતિ સ્પષ્ટ કરશે, એમ જણાવાઈ રહ્યું છે.

હાલની સ્થિતિએ એમ જણાવી રહ્યાં છે કે, ૮૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપની શક્યતાવાળા વાવાઝોડાના કારણે ૧૩મી અને ૧૪મીએ કાંઠાના ભાગોમાં ૪ ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે અને ૧૫મી સુધી વાવાઝોડાની અસર રહેવાની સંભાવના છે. સરકારે પાણી માપવા માટે નવું સોફ્ટવેર વિકસાવ્યું છે. જેનાથી વરસાદી પાણીનું સીધું ટેલિકાસ્ટ થશે.

Next Story