Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ સુરતનું 79.63 ટકા પરિણામ

ગુજરાતમાં ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ સુરતનું 79.63 ટકા પરિણામ
X

ગુજરાત રાજ્યમાં આજે બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10નું 66.97 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં સૌથી વધુ સુરતનું 79.63 ટકા પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 46.33 ટકા જાહેર કરાયું છે

  • વિદ્યાર્થીઓનું પરિણામ62.83 ટકા, વિદ્યાર્થિનીઓનું 72.64 ટકા
  • ધોરણ10ની 366 શાળાઓનું 100 ટકા પરિણામ
  • 995 શાળાઓનું પરિણામ30 ટકા કરતાં પણ ઓછું પરિણામ આવ્યું છે
  • ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું64.58 ટકા પરિણામ છે
  • અંગ્રેજી માધ્યમનું88.11 ટકા પરિણામ આવ્યું છે
  • હિન્દી માધ્યમનું72.66 ટકા પરિણામ
  • 8,22, 823 વિદ્યાર્થીઓમાંથી5,51,023 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે
  • ધોરણ-10નું અમદાવાદનું72.45 ટકા પરિણામ
  • અમદાવાદ ગ્રામ્યનું70.24 ટકા પરિણામ
  • ગાંધીનગરનું71.98 ટકા, રાજકોટનું 73.92 ટકા પરિણામ
  • ધોરણ-10નું દમણનું77.41 ટકા પરિણામ
  • પોરબંદરનું62.61 ટકા, જામનગરનું 70.61 ટકા પરિણામ જાહેર
  • દેવભૂમિ દ્વારકાનું70.61 ટકા પરિણામ
  • જૂનાગઢનું70.91, ગીર-સોમનાથનું 70.28 ટકા પરિણામ

જો કે વહેલી સવારે gseb.org વેબસાઇટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની આ વેબસાઇટ પરથી પરિણામ જોઇ શકે છે. રાજ્યમાં કુલ 11 લાખ 59 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વહેલી સવારે બોર્ડની વેબસાઈટ પર પરીણામ મુકવામાં આવ્યું છે.

ધોરણ - 10માં 7 લાખ 5 હજાર 465 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 4 લાખ 54 હજાર 297 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ - 10માં 6 હજાર 222 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાં ધો-10માં અમદાવાદ શહેર-ગ્રામ્યમાં 1 લાખ 23 હજાર 487 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધો.10નું 2018માં પરિણામ 67.50% રહ્યું હતું, જે 2017ની સરખામણીએ 0.74 ટકા ઓછું રહ્યું હતું

Next Story