Connect Gujarat
ગુજરાત

ગોધરા : ભૂગર્ભ ગટર યોજનાનું ગંદુ પાણી ઠલવાયું મેશરી નદીમાં, કોન્ટ્રાક્ટરની કરતૂતો થઈ કેમેરામાં કેદ

ગોધરા : ભૂગર્ભ ગટર યોજનાનું ગંદુ પાણી ઠલવાયું મેશરી નદીમાં, કોન્ટ્રાક્ટરની કરતૂતો થઈ કેમેરામાં કેદ
X

ગોધરા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈનો નાખવામાં આવી છે. આ ભૂગર્ભ ગટર યોજનામાં પાઇપ લાઈનની સાફ સફાઈ કરવા માટે તંત્ર દ્વારા એક વેક્યુમ મશીન પણ ફાળવાયું છે. ભૂગર્ભ ગટરોની પાઇપ લાઈન ગોધરા શહેરમાં આડેધડ નાખવામાં આવેલ હોવાથી ગમે ત્યારે આ ગટરોની ચેમ્બર ઉભરાઈ જઈને ગંદુ પાણી બહાર રોડ ઉપર નીકળતું હોય છે. જયારે આ ચેમ્બરોની ફરિયાદ કરવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વેક્યુમ મશીનની મદદથી આ ચેમ્બરોનું ગંદુ પાણી ખેંચીને પંપીંગ સ્ટેશન ઉપર ખાલી કરવાનું હોય છે.

પરંતુ, વાત અહીંથી અટકતી નથી. કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા આ ગંદુ પાણી પંપીંગ સ્ટેશનમાં ખાલી નહીં કરતા આ ગંદુ પાણી મેશરી નદીમાં ખાલી કરવામાં આવતું હોવાની ફરિયાદો સ્થાનિક રહીશોએ કરી હતી. ભૂગર્ભ ગટર યોજનામાં સાફ સફાઈ કરાવતા કોન્ટ્રાક્ટરો પોતાની બેદરકારીને લઈને લોકોથી ભરચક એવા વ્હોરવાડ વિસ્તારમાંથી પસાર થતી મેશરી નદીમાં ગંદુ પાણી ઠાલવતા હતા તે દરમ્યાન કોન્ટ્રાક્ટરની આ કરતૂત કેમેરામાં કેદ થઈ હતી.

હવે આ ગંદુ પાણી નદીમાં ખાલી કરવામાં આવતા આ કોન્ટ્રાક્ટર સામે પાલિકાનું તંત્ર શું પગલાં લેશે તે હવે જોવું રહ્યું.

Next Story