Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) – ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. આજે તમારૂં વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે-પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતાં. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

વૃષભ (બ,વ,ઉ) - તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. તમે જો તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

મિથુન (ક,છ,ઘ) – સંતપુરૂષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે

કર્ક (ડ,હ)- તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો. તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

સિંહ : - તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો-તમારા સહકર્મચારી-સાથી કદાચ તમારી મદદે આવશે-પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે.

કન્યા (પ,ઠ,ણ) – હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમને કોઈક સારા સમચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મુકશે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

તુલા (ર,ત) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. પગારમાં વધારો તમારો ઉત્સાબ વધારશે. તમારી તમામ નિરાશાઓ તથા ફરિયાદો દૂર કરવાનો અત્યારે સમય છે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે.

વૃશ્વિક (ન,ય) - સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. તમારા માતા-પિતાને હળવાશથી લેતા નહીં. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુઙવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો.

મકર (ખ,જ) – તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો

કુંભ (,શ,સ,ષ) :- તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે-પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

મીન (દ,ઝ,ચ,થ) આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. સ્વત6 રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

Next Story