Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) – તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારૂં ભોજન અને કેટલાક પીણાં, આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે.

વૃષભ (બ,વ,ઉ) - સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો-તમારા સહકર્મચારી-સાથી કદાચ તમારી મદદે આવશે-પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો.

મિથુન (ક,છ,ઘ) – ફિટનેસ તથા વૅટ લૉસ પ્રૉગામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. આજે રૉમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

કર્ક (ડ,હ)- ક્ષણિક આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં, આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. તમારૂં પ્રેમ જીવન વસંતના વૃક્ષનાં પાંદડાં સમાન રહેશે. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથીના વતર્તન વિશે તમને અજુગતું લાગશે. પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે.

સિંહ : - ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર રહો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા માતા-પિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે. સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી. માણસના કર્મો અવાજના મોજાં જેવા હોય છે. આ મોજાં પાછાં ફરે છે અને મેલોડી અથવા ધ્રૂજાવનારૂં સંગીત રચે છે. તે બીજ છે-આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમને તમારા પરિવારની કેટલી પરવા છે તે તેમને સમજાય તે માટે તેમને શાબ્દિક તથા મૌન સંદેશ આપતા રહો. ખુશીને બમણી કરવા માટે તેમની સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

તુલા (ર,ત) – તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. તમારા કામમાં સમાન વિચારધારા ધરાવતા મિત્રોની મદદ લો. તેમની સમયસરની મદદ તમારી માટે મહત્વની તથા લાભકારક પુરવાર થશે. તબીબી ટ્રાન્સક્રિપ્શન માટે બહુ સારો દિવસ. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિંયત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે.

વૃશ્વિક (ન,ય) - હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારૂં મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો. ભૂતકાળને ભૂલાવી ને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. તમારૂં પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.

મકર (ખ,જ) – સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માનસિક તાણ ઘટાડશે. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

કુંભ (,શ,સ,ષ)- તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે.

મીન (દ,ઝ,ચ,થ) નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલ્કે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

Next Story