Connect Gujarat
ગુજરાત

જામનગર: લાખોટા તળાવ પાસે એક શ્રમિક પરિવારની બે વર્ષની માસૂમ બાળકીનો કાર અકસ્માતમાં મોત

જામનગર: લાખોટા તળાવ પાસે એક શ્રમિક પરિવારની બે વર્ષની માસૂમ બાળકીનો કાર અકસ્માતમાં મોત
X

જામનગરના લાખોટા તળાવે આજે રવિવારે પરિવાર પોતાના બાળકો સાથે રવિવાર ની રજા ની મોજ માણવા આવતા હોય છે. ત્યારેએ જ જગ્યાએ આજે એક શ્રમિક પરિવારની બે વર્ષની માસૂમ બાળકીનો કાર એકસિડેન્ટમાં મોત નીપજયું હતું.

જામનગરમાં રવિવારે રજાના દિવસમાં શહેરના લાખોટા તળાવે શહેરીજનો તેના પરિવાર અને બાળકો સાથે તળાવે હરવા-ફરવા માટે આવતા હોય છે. ત્યારે લાખોટા તળાવે ફુગ્ગા અને નાના મોટા રમકડાં વેચી પોતાનું ગુજરાન નિભાવતા કમનસીબ પિતાની સામે જ કાર એકસિડેન્ટમાં તેની બે વર્ષની દીકરીનું મોત નીપજયું હતું.

જામનગર શહેરમાં 9 જૂન 2019ના રવિવારે રાત્રે લાખોટા તળાવની પાળે રાત્રીના 11 વાગ્યા આસપાસ એક હ્યુન્ડાઇ સેન્ટ્રો કારના કારચાલકે ડિવાઈડર પાસે બેઠેલા ફુગ્ગા વેંચતા શ્રમિક પરિવારની સવિતા મનસુખભાઇ પરમાર નામની 2 વર્ષીય કુમળીવયની બાળકી પર કાર ચડાવી દેતા બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર કાર પર ગુસ્સો ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે તળાવની પાળે ટ્રાફિક જામ પણ થયો હતો.આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને ટોળાને વિખેર્યા હતા. બાદમાં મૃતક બાળકીના મૃતદેહને પી.એમ.માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Next Story