Connect Gujarat
ગુજરાત

જેતપુર : પ્રોસેસ યુનિટો દ્વારા છોડાતા પ્રદૂષણ પાણીથી ખેડૂતોનો પાક બળી જતા ખેડૂતો ધરણા ઉપર બેઠા

જેતપુર : પ્રોસેસ યુનિટો દ્વારા છોડાતા પ્રદૂષણ પાણીથી ખેડૂતોનો પાક બળી જતા ખેડૂતો ધરણા ઉપર બેઠા
X

જેતપુર ખેડૂત સમાજ દ્વારા આજે જેતપુર તાલુકા ખાતે ધમધમતા પ્રોસેસ યુનિટો અને શોફર યુનિટો દ્વારા એસિડ.કાસ્ટિક .સિલિકેટ વગેરે જેરી કેમિકલ યુક્ત પાણી ભાદર નદી તેમજ આજુબાજુ નદી નાળા તળાવમા જેરી પાણી છોડી દેવાતા ખેડૂતોની જમીન બંજર થઈ ગયેલ હોય જેને લીધે આજે તમામ ખેડૂતો દ્વારા ફિલ્ટર પ્લાનની બાજુમા આવેલ એક વાડીમા નવતર પોગ્રામ રાખી બધા ખેડૂતો ધરણા ઉપર બેસી ગયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="98428,98429,98430,98431,98432"]

વાડીમા ચારે બાજુ પ્રદૂષણ પાણી વાળી બોટલો ભરી રાખી હતી. અને વાડીમા પ્રદૂષણ મુક્ત કરવા માટે યજ્ઞકુંડ બનાવી તેમા પ્રદૂષણ મુક્તનું પૂતળું બનાવી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતો છેલ્લા પંદર વર્ષથી ખેડૂતો પૂરતો પાક લઈ શકતા નથી અને જો પાક વાવે તો પાક બળી જાય છે. જેથી ખેડૂતોને વાર્ષિક એક વીઘા દિઠ પંદર હજારની નુકશાની સહન કરી રહ્યા હોય ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય.

આથી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને પંદર વર્ષના વળતળ પેટે જીપીસીબી તેમજ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક ધોરણે બે હજાર પાંચ થી વળતળ ચૂકવી આપે ખેડૂતોના કહેવા મુજબ જેતપુરમા સાડી ઉધોગ છેલ્લા પચાસ વર્ષ થી ચાલુ હોય પણ અમને તે પાણીનો અમે પિયતમા ઉપયોગ કરી સકતા પરંતુ જ્યાર થી આ ઉધોગ સાથે પ્રોસેસ હાઉસ અને શોફર મા જેરી કેમિકલ વાળું પાણી છોડવા મા આવતા અમારી ખેતી સાવ બંજર થઈ ગયી છે. આમા જીપીસીબી બોર્ડનો મહત્વનો ફાળો હોય તેવું લાગી રહીયુ છે. તેવો ખેડૂત સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ હતો. જો આગામી સમયમા વહેલી તકે જો ખેડૂતોને વળતળ ચૂકવામા નહીં આવે તો ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું આવેદનપત્ર ચેતન ભાઈ ગઢીયા તેમજ ખેડૂત સમાજ દ્વારા જીપીસીબીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Next Story