Connect Gujarat
દુનિયા

ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર

ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર
X

પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ: દક્ષિણ કોરિયાની અમેરિકા સાથે લશ્કરી કવાયત બંધ

  • અમેરિકા અને ઉ. કોરિયાના પ્રમુખોનું સિંગાપોરમાં ઉમળકાભેર ૧૨ સેકન્ડ હસ્તધૂનન.
  • અમે બહુ જ મોટી સમસ્યાનું નિરાકરણ કરવા જઇ રહ્યા છીએ, વિશ્વ એ બદલાવને જોશે. કિમ જોંગ સાથે આશા કરતા પણ વધુ સારી મુલાકાત રહી : ટ્રમ્પ
  • સિંગાપોરની હોટેલમાં ટ્રમ્પ અને કિમ જોંગ જૂના મિત્રોની જેમ ટહેલતા જોવા મળ્યા.

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને આજે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણની દુનિયાને ખાતરી આપી હતી. બંને દેશના વડાઓએ ૪૫ મિનિટની આ ઐતિહાસિક બેઠકમાં ઉત્તર કોરિયા અને અમેરિકાએ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું હતું કે, બંને દેશોએ વિવિધ મુદ્દે ઊંડો અને ગંભીર ચર્ચાવિમર્શ કરીને કોરિયન ઉપખંડમાં શાંતિ સ્થાપીને પરસ્પરના સંબંધ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

બંને નેતાની અનુવાદકોની મદદથી વાતચીત ટ્રમ્પ અને કિમ જોંગ સૌથી પહેલી વાર મળ્યા ત્યારે ૧૨ સેકન્ડ સુધી હસ્તધૂનન કરીને એકબીજાને બેઠકની સફળતા માટે શુભેચ્છા આપી હતી.

સિંગાપોરના સેન્ટોસા આઇલેન્ડ પર યોજાયેલી આ લાંબી બેઠકમાં વાતચીત કરવા બંને નેતાઓએ અનુવાદકોની મદદ લીધી હતી. આ દરમિયાન બંને તેમણે મહત્ત્વના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કિમ જોંગે પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરવાનો સ્વીકાર કર્યો હતો, જ્યારે ટ્રમ્પે ઉત્તર કોરિયાને વેપારી અને લશ્કરી ક્ષેત્રે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપીને દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત લશ્કરી અભ્યાસ બંધ કરવાનું વચન આપ્યું હતું.

કિમ જોંગને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આ બેઠક પછી ટ્રમ્પે કહ્યું હતું કે, અમે બહુ જ મોટી સમસ્યાનું નિરાકરણ કરવા જઇ રહ્યા છીએ અને વિશ્વ એ બદલાવને જોશે. મેં કિમ જોંગ સાથે આશા રાખી હતી તેનાથી પણ વધુ સારી આ મુલાકાત થઇ છે. અમે એક વિશેષ દસ્તાવેજ તૈયાર કર્યો હતો, જેના આધારે ઉત્તર કોરિયામાં પરમાણુ શસ્ત્રોના નાશની પ્રક્રિયા ઝડપથી શરૂ થઇ જશે. અમે ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

હું કિમ જોંગને વ્હાઇટ હાઉસ આવવાનું પણ આમંત્રણ આપુ છુ અને ક્યારેક હું પણ પ્યોંગયાંગની મુલાકાત લઇશ. કિમ જોંગ ઉન ખૂબ જ 'ટેલેન્ટેડ' અને સ્માર્ટ : ટ્રમ્પ આ દરમિયાન ટ્રમ્પે કિમ જોંગના વ્યક્તિગત વખાણ કરતા કહ્યું હતું કે, તેમણે ઉત્તર કોરિયા માટે બિલકુલ યોગ્ય રીતે અને સમજદારીથી વાટાઘાટો કરી છે.

કિમ જોંગે અનુવાદકની મદદથી કહ્યું હતું કે, આ બેઠકની અનેક મુશ્કેલીઓનો આખરે સિંગાપોરમાં અંત આવ્યો છે. બેઠકને લગતી બધી જ અફવાઓ અને શંકા-કુશંકાનો અંત આવ્યો છે. અમે બધી જ મુશ્કેલીઓનો ઉપાય શોધી કાઢ્યો છે. આ વાતનો જવાબ આપતા ટ્રમ્પે કિમને કહ્યું હતું કે, 'થેંક્યૂ વેરી મચ'. આ બેઠક પછી ટ્રમ્પ અને કિમ જોંગ ઉને સાથે લંચ પણ કર્યું હતું. એટલું જ નહીં, તેઓ સિંગાપોરના ભવ્ય હોટેલ કમ રિસોર્ટમાં ટહેલતા પણ જોવા મળ્યા હતા.

ટ્રમ્પે કિમ જોંગને પોતાની બે મિલિયન ડૉલરના મૂલ્યની ભવ્ય કાર પણ બતાવી હતી. ટ્રમ્પે કિમ જોંગને પોતાની ૨૦ લાખ ડૉલરની હાઇટેક કાર બતાવી કિમ જોંગને એક જ પ્રશ્ન ત્રણ વખત પૂછાયો પણ ગોળગોળ જવાબ આપ્યો શું તમે પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરશો? જવાબમાં કિમ જોંગે ફક્ત સ્મિત કર્યું સિંગાપોર બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉને કુલ બે બેઠક યોજી હતી.

આ દરમિયાન ઉચ્ચ પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં કિમ જોંગને પ્રશ્ન પૂછાયો હતો કે, શું તમે પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરશો? આ પ્રશ્ન તેમને ત્રણ વાર પૂછાયો હતો, પરંતુ કિમ જોંગે જવાબમાં ફક્ત સ્મિત કર્યું હતું. આ કામમાં હજુ ઘણી અડચણો આવશે પણ અમે ટ્રમ્પ સાથે કામ કરીશું : કિમ જોંગ જોકે, કિમ જોંગે આ વાતનો જવાબ આપતા હોય એમ કહ્યું હતું કે, આ કામમાં ખૂબ જ અડચણો આવશે, પરંતુ અમે ટ્રમ્પ સાથે કામ કરવા તૈયાર છીએ. આ બેઠકને લગતી બધી જ અફવાઓ અને શંકા-કુશંકાનો અમે અંત લાવી દીધો છે. મને લાગે છે કે, શાંતિ માટે પણ એ યોગ્ય નિર્ણય છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઉ. કોરિયાના પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરવાના દસ્તાવેજ પર સંયુક્ત હસ્તાક્ષર કરી દીધા છે.

કિમે મને કહ્યું છે કે, તેમણે મિસાઇલ એન્જિન ટેસ્ટિંગ સાઇટ પણ તોડી પાડી છે. હવે ઉત્તર કોરિયાના પરમાણુ નિશસ્ત્રીકરણની પ્રક્રિયા અમે ઝડપથી શરૂ કરીશું. પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને લાંબી હોય છે. એકવાર પરમાણુ શસ્ત્રો વિકસાવી લીધા પછી તેને સાચવવા અઘરા હોય છે. રશિયા છેલ્લાં ૩૦ વર્ષથી પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાની મથામણ કરી રહ્યું છે. ઉ. કોરિયાના સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ સામે ટ્રમ્પે કિમ જોંગને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી કિમ જોંગે કહ્યું 'સિંગાપોર બેઠકથી અનેક મુશ્કેલીઓનો આખરે અંત આવ્યો, અમે બધી જ મુશ્કેલીઓનો ઉપાય શોધી કાઢ્યો છે' ટ્રમ્પને મળવાની આશામાં ભારતીય યુવકે રૂ. ૩૮ હજારનો ધુમાડો કર્યો કિમ જોંગ ઉન સાથેની બેઠક માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સિંગાપોરની હોટેલ શાંગ્રી-લામાં સ્ટે આપવામાં આવ્યો હતો.

આ દરમિયાન ભારતીય મૂળના ૨૫ વર્ષીય યુવક મહારાજ મોહને પણ ટ્રમ્પને મળવાની આશાએ આ હોટેલમાં એક રૂમ બુક કરાવી દીધો હતો. આ માટે મોહને એક રાત્રિનું રૂ. ૩૮ હજાર ભાડું ચૂકવ્યું હતું, પરંતુ તે ટ્રમ્પને મળી શક્યો ન હતો. ટ્રમ્પ સાથે મુલાકાત કરવા તે વહેલી સવારે સાડા છ વાગ્યાથી હોટેલની લોબીમાં આવી ગયો હતો. ટ્રમ્પ સાથે તેની પહેલી મુલાકાત ૨૦૦૭માં થઇ હતી.

Next Story