Connect Gujarat
ગુજરાત

દમણના પટલારા વિસ્તારમાં ભીખીમાતાના મંદિરમાં થઇ ચોરી

દમણના પટલારા વિસ્તારમાં ભીખીમાતાના મંદિરમાં  થઇ ચોરી
X

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા એક મહિનાથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. એક મહિનાનો સમય ગાળા દરમ્યાન જ એક તસ્કર ટોળકીએ દમણના મગરવાડા, પટલારા,ઝરી સહિતના વિસ્તારોમાં એક પછી એક ચોરીની મોટી ઘટનાને અંજામ આપી તરખાટ મચાવ્યો છે..સમગ્ર ઘટના એક મંદિર ના સીસીટીવી માં કેદ થવા પામી છે જેના આધારે દમણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જોઈએ આ ચોરો નો તરખાટ આ અહેવાલમાં

સંઘપ્રદેશ દમણ માં રાતના અંધારામાં પૂરી તૈયારી સાથે ત્રાટકતી ટોળકી મોટાભાગે બંધ ઘરો ને જ નિશાન બનાવે છે.જોકે મોકો મળતાં ઘરમાં સુતેલા પરિવારને પણ ગંધ ન આવે તે રીતે તસ્કર ટોળકીએ એક અઠવાડિયામાં બે મોટી ચોરીની ઘટનાને અંજામ આપી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ છે.આમ મકાનોને નિશાન બનાવતી ટોળકી એટલી સાતીર છે કે તેણે ભગવાનના ઘરને પણ નથી છોડ્યું.આં તસ્કર ટોળકીએ તાજેતર માં જ દમણના પટલારા ના ભીખી માતા મંદિરમાં ચોરી કરી આતંક મચાવ્યો છે.મંદિરમાં બિલ્લી પગે ત્રાટકી મંદિરમાંથી દાન પેટી સહીત માતાજીના ઘરેણા સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગઈ છે..જોકે તરખાટ મચાવતી આ ટોળકી ના કારનામાં ઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આં તસ્કર ટોળકીએ દમણના પટલારા ના ભીખી માતા મંદિર સહીત અન્ય બે મંદિર ને પણ નિશાન બનાવ્યું છે.મંદિર ને નિશાન બનાવતી આ ગેંગે મગરવાડા ના દૂધી માતા મંદિર તેમજ ઝરી ગામના બ્રહમાણી માતાજી ના મંદિર માં ચોરી કરી આતંક મચાવ્યો છે.. મંદિરમાં બિલ્લી પગે ત્રાટકી મંદિરમાંથી માતાજીના ઘરેણા સહિતની કિંમતી ચીજવસ્તુઓની લાખોની ચોરી કરી ફરાર થઈ ગઈ છે. આમ હવે આ તસ્કર ટોળકીએ લોકોના આસ્થાના ધામ એવા મંદિરોને પણ નિશાન બનાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને દમણ પોલીસને તાત્કાલિક તસ્કર ટોળકીને ઝડપી પાડવા માટે લોકોએ રજૂઆત કરી છે.

Next Story