Connect Gujarat
ગુજરાત

દમણ : સરકારી કોલેજમાં GSની ચૂંટણી મામલે રાજકારણ ગરમાયું, તકસાધુઓનું કાવતરું હોવાનો સાંસદની પત્નીનો આક્ષેપ

દમણ : સરકારી કોલેજમાં GSની ચૂંટણી મામલે રાજકારણ ગરમાયું, તકસાધુઓનું કાવતરું હોવાનો સાંસદની પત્નીનો આક્ષેપ
X

દમણ સરકારી કોલેજમાં હાલ નવા જનરલ સેક્રેટરી અને કલાસ રીપ્રેઝન્ટેટિવની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં કુલ ૩૨ વિદ્યાર્થીઓએ અલગ અલગ પદ માટે ફોર્મ ભર્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજમાં કથિત રાજકારણે પગ પેસારો કરતા કોલેજના વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. એક તરફ ABVPના કાર્યકરોએ દમણ પોલીસ સ્ટેશનમાં ૪થી ૫ યુવકો વિરુદ્ધ ધાકધમકી અને અપહરણની ફરિયાદ નોંધાવી સાંસદ અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો ઉચ્ચારતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે. ત્યારે બીજી તરફ દમણના સાંસદ લાલુ પટેલની પત્ની તરૂણા પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે કેટલાક તકસાધુઓ દ્વારા તેમના પરિવાર પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં સાંસદ પરિવાર ક્યાંય સામેલ નથી. હાલમાં સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હકીકતમાં કેટલાક લોકોએ આ મામલે સાંસદ પરિવાર પર ગંભીર આક્ષેપો કરી તેમને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે. પોલીસ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરે તે અત્યંત જરૂરી છે.

નાની દમણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીએ જણાવ્યું હતું કે, દમણ કોલેજમાં જનરલ સેક્રેટરી સંદર્ભની જે ચૂંટણી થવાની છે. તેમાં ABVPના એક કાર્યકરનું અપહરણ કરી ધાક-ધમકી આપી હોવાની ફરિયાદ દમણ પોલીસને અપાતા દમણ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે ધમકી આપનાર યુવકોની ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. આ મામલાને ગંભીરતાથી લઈ દમણ પોલીસે કોલેજ કેમ્પસમાં પણ તમામ વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે ચૂંટણી સમાપ્ત ન થાય ત્યાં સુધી પોલીસ કોલેજ કેમ્પસમાં હાજર રહેશે અને તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખશે.

ધાક ધમકી આપવાની આ ઘટનામાં જેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તે શિવમ પટેલની પેનલ સાથે જ્યારે કનેક્ટ ગુજરાતને શિવમ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં તેઓ પોતે પણ ABVPના કાર્યકરો છે અને તે કાર્યકરના નાતે તેમણે CRની ટીકીટ માંગી હતી. પરંતુ ABVPના કન્વીનર મેહુલ પટેલ નાની દમણ અને મોટી દમણના વિદ્યાર્થીઓ વચ્ચે ભાગલા પડાવવા માંગતા હોય, તેમણે ટીકીટ ન આપતા અમે અલગ પેનલ રચી છે. તેમની આ નીતિને કારણે સમગ્ર રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેમાં સાંસદ પરિવાર પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. GSની ચૂંટણીમાં જો તેમની પેનલ વિજેતા બનશે તો તે બાદ પણ તેવો AVBP સાથે જ કામ કરશે. પરંતુ, કન્વીનર મેહુલ પટેલને બદલવામાં આવે તો કેમ કે મેહુલ પટેલના કારણે તેઓએ AVBPથી છેડો ફાડી અલગ GSની પેનલ રચવી પડી છે અને AVBP સમર્થક કેટલાક ભાજપના ટોચના નેતાઓ દ્વારા તેમના સમર્થકોને ધાકધમકી પણ આપવામાં આવી રહી છે.

Next Story