Connect Gujarat
દેશ

દવાના ઓનલાઈન વેચાણ માટે કેન્દ્ર સરકાર હરકતમાં : દેશમાં ૫૦ લાખ લોકોની રોજગારી સામે જોખમ

દવાના ઓનલાઈન વેચાણ માટે કેન્દ્ર સરકાર હરકતમાં : દેશમાં ૫૦ લાખ લોકોની રોજગારી સામે જોખમ
X

ભારતમાં દવાઓનું ઓનલાઈન વેચાણ એટલે કે ઈ-ફાર્મસીઓ મોટાપાયે શરૂ કરવા માટે નીતિ નિયમો ઘડી કાઢવા કેન્દ્ર સરકારહરકતમાં આવી છે. સરકાર દ્વારા તૈયાર કરેલો સૂચિત ડ્રાફ્ટ જનતાના આરોગ્ય તેમજ મેડિકલ સ્ટોર્સ બન્ને માટે ખતરારૂપ સાબિત થશે તેમ છે. હાલ તેનો અમલ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી ફાર્માસીસ્ટોની રજૂઆતોને સાંભળવામાં આવે તેવો ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે આશાવાદ વ્યક્ત કર્યો છે.

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મત મુજબ ઈ-ફાર્મસીને વધારે પ્રોત્સાહન મળશે તો દેશમાં તેના કારણે ઘણી મુશ્કેલીઓ ઉભી થશે. તો તેના કારણે આગળ જતા ૫૦ લાખ લોકોની રોજગારીને અસર થઇ શકે તેમ પણ માનવમાં આવી રહ્યું છે. વધુમાં કાઉન્સિલે એમ પણ કહ્યું હતું કે, ઈ-ફાર્મસીના કારણે લોકો તબીબ દ્વારા આપવામાં આવતા પ્રિસ્ક્રીપ્શન વગર મેડિકલ સ્ટોર્સ ઉપરથી જાતે જ દવા મેળવતા થઈ જશે. જેના કારણે ખોટા પ્રિસ્ક્રીપ્શન બનાવી દવા મેળવવાની સંભાવનાઓ પણ વધુ થઈ જશેજે અત્યંત જોખમી સાબિત થશે તેમ છે. કેન્દ્ર સરકારની પોલિસી સામે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનો વિરોધ નથી પરંતુ આ સૂચિતડ્રાફ્ટ તૈયાર થયો છે તેના કારણે ઓફલાઈન રિટેલર્સને વધારે નુકસાન થસે તેવું પણ માનવમાં આવી રહ્યું છે.

ભારત જેવા પ્રગતિસિલ દેશમાં કે જ્યાં કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ઈમરજન્સી સુવિધાઓનો અભાવ છે, ત્યારે આવી યોજના પણ લોકો માટે હિતકારી નથી. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ ઈ-ફાર્મસીના કોન્સેપ્ટને માન્યતા નથી. ભારતમાં આશરે ૧૨ લાખજેટલા ફાર્માસિસ્ટ છે જેમાંથી અંદાજે ૭૦,૦૦૦ જેટલા ફાર્માસિસ્ટ ગુજરાત રાજ્યમાં છે. દવાઓના ઓનલાઈન વેચાણમાં વધારો થતાં દેશભરમાં મેડિકલ સ્ટોર્સના વ્યવસાય સાથે સંકળાયેલા આશરે ૫૦ લાખ જેટલા લોકોની રોજીરોટી ઉપર મોટું જોખમ ઉભું થશે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને અન્ય રાજ્યોના ફાર્મસી કાઉન્સીલ દ્વારા આ બાબતે માનવ અધિકાર પંચ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને પણ રજૂઆત કરીને તેની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થઇ રહ્યાનું જણાવવામાં આવશે.

આ ઉપરાંત ઓનલાઈન દવાઓ કુરિયર કે પોસ્ટથી મોકલવામાં આવે તો તેમાં તાપમાનનું પ્રમાણ જાળવવાની પણ કોઈ વ્યવસ્થા કરાવવાની શક્યતા હોતી નથી. જેના કારણે ફાર્મસી પ્રેક્ટિસ એક્ટ અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનો ભંગ થવાની પણ શક્યતા વધશે. ઈ-ફાર્મસી રેગ્યુલેશન માટે ફુલ-પ્રુફ માળખું ઘડાયું નથી ત્યારે તેનો તાત્કાલિક ધોરણે અમલ અટકાવી યોગ્ય સલાહમસલતો કર્યા પછી જ તે અંગે નિર્ણય લેવામાં આવે તેવી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ માંગ કરવામાં આવી છે.

Next Story