Connect Gujarat
સમાચાર

નવસારીઃ ચીખલી તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં, સભ્યોને લવાયા પોલીસ પ્રોટેક્શનમાં

નવસારીઃ ચીખલી તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં, સભ્યોને લવાયા પોલીસ પ્રોટેક્શનમાં
X

પ્રમુખ તરીકે કોંગ્રેસના નરેન્દ્ર પટેલનો અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન પટેલનો વિજય

નવસારી જીલ્લાના ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો મુદ્દો ગૂંચવાયો હતો. જેને લઈને અગાઉ યોજાયેલી ચૂંટણીને રદ કરવાની ફરજ પડી હતી. જોકે આજે ફરીથી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સત્તા જાણવી રાખી છે. અને પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલનો વિજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે અંજનાબેન પટેલનો વિજય થયો હતો.

ચીખલી તાલુકા પંચાયતનાં હોદ્દેદારોની ચૂંટણી છેલ્લાં કેટલાંક દિવસોથી વિવાદોમાં સપડાયી હતી. જેની આજે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ફરીથી ચૂંટણી યોજાયી હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી સભ્યોની ખંચતાણને લઈને ચૂંટણી ઘોંચમાં પડી હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં સભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાને પગલે તમામ સભ્યોને પોલીસ પ્રોટેક્શન હેઠળ તાલુકાપંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના નરેન્દ્ર પટેલનો વિજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે અંજનાબેન પટેલને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા. આમ ચીખલી તાલુકા પંચાયતમાં આખરે કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખી હતી. કોંગ્રેસનાં વિજયને પગલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

Next Story