Connect Gujarat
દેશ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની આજે પ્રથમ પુણ્યતિથિ : પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની આજે પ્રથમ પુણ્યતિથિ : પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
X

ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની પહેલી પૂણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સદૈવ અટલ’ સ્મારકે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ પણ વાજપાયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. અટલજીની દીકરી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકાએ પણ સ્મૃતિ સ્થળે જઇને અજંલિ આપી હતી.

ગયા અઠવાડિયે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પણ અટલજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જે સ્વપ્ન સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપાયી સાથે કરોડો દેશભક્તોનું હતું, તે હવે પૂર્ણ થયું છે.

અટલ બિહારી વાજપાયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. બહુમતિ સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. બીજીવાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા હતા. સહયોગી પાર્ટીઓએ સમર્થન પરત લઇ લેતા 13 મહિના બાદ 1999માં ફરીથી સામાન્ય ચૂંટણી થઇ હતી. 13 ઓક્ટોબર 1999માં તે ત્રીજીવાર વડાપ્રધાન બન્યા અને તેમણે 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.ડિસેમ્બર 2014માં અટલજીને ભારત રત્ન આપવાની જાહેરતા કરવામાં આવી હતી. માર્ચ 2015માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડ્યો અને અટલજીને તેમના ઘરે જઇને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

Next Story