Connect Gujarat
ગુજરાત

પોરબંદરના દરિયામાં બોટનું એન્જિન ફેલ થતાં રેસ્કયૂ કરી 7 ખલાસીઓને બચાવાયા

પોરબંદરના દરિયામાં બોટનું એન્જિન ફેલ થતાં રેસ્કયૂ કરી 7 ખલાસીઓને બચાવાયા
X

મધદરિયે જલરાક નામની ટ્રગબોટનું એન્જિન ફેલ થતાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

પોરબંદર નજીક મધદરિયે જલરાક નામની ટ્રગબોટનું એન્જિન ફેલ થયું હતું. જેમાં સવાર સાત ખલાસીઓને રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી બચાવી લેવામાં આવ્યા હતા.

મંબઘવારની રાત્રિના સમયે પોરબંદર પાસેના અરબી સમુદ્રમાં મધદરિયે ટ્રગ બોટનું એન્જિન ફેલ થયું હતું. જેથી તેમાં રહેલા 7 ખલાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ અંગે કોસ્ટગાર્ડને જાણ થતા તેઓએ શૂર નામના ફાઈટર શિપને મદદ માટે મોકલ્યું હતું. પરંતુ દરિયામાં ઉંચી લહેરોની સાથે સાથે વાતાવરણ પણ ખરાબ હોવાથી શીપ દ્વારા ખલાસીઓને મદદ થઈ શકી નહોતી.

Next Story