Connect Gujarat
ગુજરાત

પ્રજાસત્તાકદિને અંકલેશ્વરની શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટયુટ ખાતે પ્લાસ્ટિક પીકઅપ મશીનનું લોન્ચિંગ કરાયું

પ્રજાસત્તાકદિને અંકલેશ્વરની શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટયુટ ખાતે પ્લાસ્ટિક પીકઅપ મશીનનું લોન્ચિંગ કરાયું
X

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનને આગળ ધપાવવા માટે અંકલેશ્વરની શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થીઓએ રસ્તા પરથી પ્લાસ્ટિકનો વેસ્ટ ઉપાડી શકે તેવું મશીન બનાવ્યું છે જેનું આજરોજ UPL group ના CMD રજ્જુભાઈ શ્રોફ અને સાન્દ્રાબેન શ્રોફના વરદ હસ્તે શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટયુટ ખાતે મશીનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોલેજના વિધાર્થીઓ, પ્રોફેસરો તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્લાસ્ટિક પીકઅપ મશીન રસ્તા પર પડેલ પ્લાસ્ટિકના વેસ્ટને વૅક્યૂમ થી ખેંચી લેશે જેથી પ્લાસ્ટિકથી થતા પ્રદુષણને અટકાવી શકાશે.

આ પ્રસંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં BEILના સીઈઓ ભુપેન્દ્ર દલવાડીએ જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ મળીને આ મશીન બનાવ્યું છે જે સરકારના સ્વચ્છ ભારતના અભિયાનને વેગ આપશે તેમજ આ મશીન માટે સરકારી કચેરીઓ જેમ કે તાલુકા અને જિલ્લા પંચાયતોનો સંપર્ક સાધવામાં આવશે એમ જણાવ્યું હતું

Next Story