Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : ધુલેમાં બસ અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત, 11નાં મોત

મહારાષ્ટ્ર : ધુલેમાં બસ અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત, 11નાં મોત
X

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રવિવારે રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 20ને ઈજાઓ થઈ હતી. જેમાં 8ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત શહાદા-ઔરંગાબાદ રોડ પર દોંડાઈચા ગામ પાસે સર્જાયો હતો.

અકસ્માત થતાં જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્મતાના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. બસ ઔરંગાબાદ તરફ જઈ રહી હતી. બસમાં 40 મુસાફરો સવાર હતાં. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં. એસપી વિશ્વાસ પંધારે જણાવ્યું હતું કે, બસ અને ટ્રક સામ-સામે અથડાયા હતાં. તેમાં 11 લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે બે લોકોના મોત હોસ્પિટલમાં થયા હતા.

Next Story