Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મનપાના મેયર જ ડેંન્ગયુમાં સપડાયાનો કોંગ્રેસનો આક્ષેપ, પોલીસે કાર્યકરોની કરી ટીંગાટોળી

રાજકોટ : મનપાના મેયર જ ડેંન્ગયુમાં સપડાયાનો કોંગ્રેસનો આક્ષેપ, પોલીસે કાર્યકરોની કરી ટીંગાટોળી
X

રાજકોટ મનપાના મેયર જ ડેંન્ગયુમાં સપડાયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સોમવારના રોજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રર્દશન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ધરણા કરવા જઇ રહેલા આગેવાનોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.

રાજકોટ શહેરમા દિવસે અને દિવસે ડેન્ગયુ સહિતના રોગોમાં સપડાયેલા દર્દીઓની સંખ્યા વધી રહી હોવા છતાં તંત્ર નિષ્ફળ રહયું હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો છે. મહાનગરપાલિકાની નિષ્ફળતાના વિરોધમાં સોમવારના રોજ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રર્દશન કરાયું. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે ખુદ રાજકોટના મેયર બિનાબેન આચાર્ય પણ ડેન્ગયુના સકંજામા સપડાયા છે. જો કે આ મામલાને છુપાવવામા આવી રહ્યો છે. ત્યારે મહાપાલિકા ખાતે કમિશ્નર ચેમ્બરની બહાર ધરણા કરવા જતા કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયા સહિતના આગેવાનોને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. રાજકોટમાં સરકારી આંકડા મુજબ એક સપ્તાહમાં જ વિવિધ રોગોના 400થી વધારે દર્દીઓ નોંધાઇ ચુકયાં છે.

Next Story