Connect Gujarat
દુનિયા

વર્લ્ડકપ 2019 : આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

વર્લ્ડકપ 2019 : આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
X

વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટર જંગ જામશે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાના રેકોર્ડ સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારત પાક મેચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ છે. આજની મેચમાં વરસાદની પણ શકયતા છે.

ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં બે મેચમાં જીત મેળવી છે. ભારતે પોતાનાં પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે જીત મેળવી હતી. જયારે બીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. ભારતની ત્રીજી મેચ ન્યૂઝિલેન્ડ સામે હતી પંરતુ તે મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.

વર્લ્ડકપનાં પોઈન્ટ ટેબલમાં ભારત 5 પોઈન્ટ સાથે 4થા ક્રમે છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન 4 મેચ રમ્યું છે જેમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે. બે મેચમાં પાકની હાર થઈ હતી જ્યારે એક મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ હતી. ત્રણ પોઈન્ટ સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે છે.

Next Story