Connect Gujarat
ગુજરાત

શરીરનું બાળપણ જઈ શકે છે પણ હૃદયનું બાળપણ નહિ :- આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી

શરીરનું બાળપણ જઈ શકે છે પણ હૃદયનું બાળપણ નહિ :- આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી
X

અંકલેશ્વર જીઆઈડીસીના સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલ ખાતે પદ્મભૂષણ સન્માનિત જૈન આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાહેબનું "આંસુના હસ્તાક્ષર" વિષય ઉપર પ્રવચન યોજાયુ હતુ.

આ પ્રસંગે જૈન આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજે પ્રવચનમાં જણાવ્યુ હતુ કે શરીરનું બાળપણ જઈ શકે છે પણ હૃદય નું બાળપણ ટકાવી શકાય છે. જે દિવસે તમારા હૃદયમાં બીજા પ્રત્યે ગાંઠ બંધાશે તે દિવસથી તમારા હૃદયનું બાળપણ ગયુ તે સમજી લેવુ.

આચાર્ય શ્રી એ વધુમાં સંવેદનશીલ બનવાના ચાર ઉપાય પણ સુચવ્યા હતા :-

(૧) રી-મેમ્બરિંગ - તમારા બાળપણ ને યાદ કરો ,તપાસી લો કે તમે નાનપણ જેવા નિર્દોષ નિખાલસ હતા એવા છો ખરા ?

(૨) રી - ટુર્નિગ - જે પણ તમે ભૂતકાળમાં ખોટું કર્યું છે ,કોઈની સાથે દુશ્મની બાંધી છે તેનાથી પાછા ફરવુ.

( ૩) રી-લવિંગ - જેની સાથે તમારી દુશ્મની હતી તેમને પુનઃ પ્રેમ કરવો,લીધેલા ઉપકારો ને સેવ ( SAVE) કરવા,સારા સમાચાર ને ફોરવર્ડ કરવા અને ખરાબ સમાચારને ડીલીટ કરવા.

(૪) રી-લિવિંગ - 20 - 25 વર્ષો પહેલા જે સાદગી થી તમે જીવતા હતા એ જ સાદગીથી અઠવાડિયા માં એક દિવસ જીવવું ,આ ચાર પરિબળો થી તમારું જીવન સંવેદનશીલ બનશે અને આ જ સંવેદનશીલતા એ જ સુખનું કારણ હોવાનું પ્રવચન દરમિયાન આચાર્ય શ્રી એ જણાવ્યુ હતુ.

જૈન આચાર્ય શ્રીના પ્રવચનનો લાભ મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ લીધો હતો.અને આચાર્યની પધરામણી થી જૈન સમાજે ધન્યતા અનુભવી હતી.

Next Story