Connect Gujarat
ગુજરાત

સાંસદ અહેમદ પટેલે હમ મેં હે રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યાદ કર્યા યુવાનીના સંસ્મરણો

સાંસદ અહેમદ પટેલે હમ મેં હે રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યાદ કર્યા યુવાનીના સંસ્મરણો
X

ભરૂચના પનોતા પુત્ર અને કોલેજ કાળમાં સારા એવા ક્રિકેટર રહેલા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા સાંસદ અહેમદ પટેલે શેરપુરા ગામે હમ મેં હે રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલમાં પોતાની ક્રિકેટ રમતના સંસ્મરણો વાગોળ્યા હતા.

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા હમ મેં હૈ રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડુંગરી ઇલેવન અને શેરપુરા ઇલેવન ટીમ વચ્ચે ફાઇનલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટની ફાઇનલમાં વિશેષ આકર્ષણ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ અને રાજ્યસભા ના સાંસદ અહેમદ પટેલની ઉપસ્થિતએ જમાવ્યું હતું.

સાંસદ અહેમદ પટેલની ઉપસ્થિતિથી કોંગી યુવા કાર્યકરો સાથે પેક્ષકોમાં પણ અનેરો જોમ ફૂંકાયો હતો. ફાઇનલમાં ઉપસ્થીત રાજ્ય સભાના સાંસદ અને ભરૂચ ના પનોતા પુત્ર અહેમદ ભાઈ પટેલે આ પ્રકારની ટુર્નામેન્ટથી કોમી એકતા અને ભાઈચારાની ભાવના પેદા થતી હોવાનું જણાવ્યું હતું.

તેમને કહ્યું હતું કે મને મારા જુના દિવસો આજે યાદ આવી ગયા છે. હું જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે બેસ્ટમેન ચોગો કે છગ્ગો ફટકારે અને તેને જે આનંદ આવે તેના કરતાં વધુ આનંદ પ્રેક્ષકોને થતો હોય છે. આવી ટુર્નામેન્ટો યુવાનોને પ્રોત્સાહન માટે ખૂબ જ જરૂરી છે. જેનાથી ટેલેન્ટ અને યુવા શક્તિ બહાર આવે છે.

ખેલાડી કરતા પ્રેક્ષકોનો આનંદ જોઈ સવિશેષ આનંદ થઈ રહ્યો છે. દેશનું પ્રતિનિધિત્વ કરનાર ઈરફાન પઠાણની ઉપસ્થિતિએ તેમને ખુશી વ્યક્ત કરી હતી. ભાગ લેનાર અને ઉપસ્થીત સૌ લોકો ને શુભેચ્છાઓ પાઠવી હતી. ફાઇનલ મેચમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ પ્રમુખ માનસિંગ ડોડીયા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિંહ રણા , શેરખાન પઠાણ, સમસાદ અલી સૈયદ , સંદીપ માંગરોલા, ઝુલ્ફીકાર અલી સૈયદ, નિકુલ મિસ્ત્રી સહિત કોંગી આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

Next Story