Connect Gujarat
ગુજરાત

સુરત: મનપાની સામાન્ય સભા શરૂ થતા પહેલાં જ કોંગી કોર્પોરેટરોએ મચાવ્યો હોબાળો..જાણો કેમ?

સુરત: મનપાની સામાન્ય સભા શરૂ થતા પહેલાં જ કોંગી કોર્પોરેટરોએ મચાવ્યો હોબાળો..જાણો કેમ?
X

સુરત મનપાની સામાન્ય શરૂ થઈ તે પહેલા જ કોંગ્રેસ કોર્પોરેટરોએ ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. વેરાબીલ, પાણીના મીટર અને પ્રસંગોએ અપાતા હોલના ભાડા વધારા સહિતના મુદ્દે હાથમાં પોસ્ટર લઈને સામાન્ય સભા પહેલા વિરોધ દર્શાવ્યો હતો.

હોબાળા દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને થઈ ગયા હતા. ભાજપ કોર્પોરેટર હેમાલી બોઘાવાલા કોંગ્રેસના કોર્પોરેટર તરફ ધસી આવ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરને મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડે રોકી લઈ સ્થિતિ કાબુમાં મેળવી હતી.

કોંગ્રેસ કોર્પોરેટરે જણાવ્યું હતું કે, વરાછા વિસ્તારમાં પાણીની લાઈન અમારી સોસાયટીમાં પહોંચી નથી તે પહેલા જ પાણીના મીટરો લગાડી દેવામાં આવ્યા છે અને પાણી આવે તે પહેલાં જ વેરા ભરી રહ્યા છે. વરાછા વિસ્તારમાં ખાડીની સફાઈ થતી નથી. જેને લઈ લોકોના સ્વાથ્યને નુકસાન થાય છે. એકજ સરખા મકાન હોવા છતાં અલગ અલગ રીતે વેરા વસૂલવામાં આવે છે.

મહત્વની વાત

કરી સામાન્ય સભા શરૂ થાય તેજ પહેલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ હોબાળા દરમિયાન

ભાજપના કોર્પોરેટરો સામે થઈ ગયા હતા. ભાજપ કોર્પોરેટર હેમાલી બોઘાવાલા કોંગ્રેસના

કોર્પોરેટર મનોજ સુરેટિયા તરફ ધસી આવ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર મનોજ સુરેટિયા

મારવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપ કોર્પોરેટર હેમાલી બોઘાવાલાએ મનોજ સુરેટિયા પર

અશબ્દ બોલ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે સામાન્ય સભામાં લોકોના પ્રશ્નને વાચા

આપી નિવારણ લાવાનું કામ કોર્પોરેટરોનું હોય છે. પણ નિવારણ લાવાના બદલે સભાખંડમાં

સામે લડવા પર આવી જાય ખૂબ જ નિંદનીય વાત કહી શકાય છે.

Next Story