Connect Gujarat
ગુજરાત

હવે મેડિકલ સ્ટુડન્ટસને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે નીટ પીજીની પરીક્ષા આપવાની નહીં રહે જરૂર

હવે મેડિકલ સ્ટુડન્ટસને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે નીટ પીજીની પરીક્ષા આપવાની નહીં રહે જરૂર
X

મેડિકલ સ્ટુડન્ટ્સને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે હવે નીટ પીજીની પરીક્ષા આપવાની જરૂર નહીં રહે. એમબીબીએસ ફાઈનલ યરની પરીક્ષા એટલે કે એક્ઝિટ એક્ઝામના રિઝલ્ટના આધારે જ તેમને એેમડી અને એમએસ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મળશે. નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) બિલમાં આ મોટા ફેરફાર માટે કેન્દ્ર સરકાર કેબિનેટ નોટ તૈયાર કરી ચૂકી છે. તેને આગામી સપ્તાહે કેબિનેટની મંજૂરી મળી શકે છે. તેના પછી આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ ફેરફાર થયે એમબીબીએસ એક્ઝામના પરિણામના આધારે એમડી અને એમએસ પ્રોગ્રામમાં પ્રવેશ મળી શકશે.

એનએમસી બિલમાં પ્રસ્તાવ છે કે દેશભરમાં સરકારી અને પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં એમબીબીએસ ફાઈનલ યરની પરીક્ષા કેન્દ્ર સરકાર લેશે. તેને જ એક્ઝિટ એક્ઝામ ગણવામાં આવશે. આ પરીક્ષામાં પ્રાપ્ત ગુણના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં પ્રવેશ મળી શકશે. દેશભરમાં એઈમ્સમાં પ્રવેશ માટે અલગ પરીક્ષાની સિસ્ટમ અગાઉની જેમ રહેશે. આ ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ બનવા માટે અગાઉની જેમ નીટ સુપર સ્પેશિયાલિટી પરીક્ષા પણ ચાલુ રહેશે. દેશમાં દર વર્ષે ૪૮૦ મેડિકલ કોલેજમાં લગભગ ૮૦૦૦૦ વિદ્યાર્થીઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવે છે. પીજીની ૫૦ હજાર સીટો માટે દર વર્ષે લગભગ દોઢ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે.

Next Story