Connect Gujarat
Featured

ભરૂચ : ગર્ભવતી મહિલાની હોટલના બાથરૂમમાં પ્રસુતિ કરાવતી 108 એમ્બયુલન્સની ટીમ

ભરૂચ : ગર્ભવતી મહિલાની હોટલના બાથરૂમમાં પ્રસુતિ કરાવતી 108 એમ્બયુલન્સની ટીમ
X

ભરૂચના નેશનલ હાઇવે પર આવેલી બસેરા હોટલ ખાતે ચા-નાસ્તા માટે રોકાયેલી બસની એક સગર્ભા મહિલાને પ્રસવ પીડા ઉપડતાં 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. મહિલાને દવાખાને લઇ જવાય તેટલો સમય ન હોવાથી મહિલાની હોટલના બાથરૂમમાં સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મૂળ સૌરાષ્ટ્રના ઘોઘંબા રણજીતનગરની નવીનગર ખાતે રહેતા મિતેશરાઠવા પોતાની પત્ની સાથે સુરત મજુરી કામ કરી પોતાનું જીવન ગુજારો કરે છે. પત્ની કકુબેન રાઠવાને લગ્નન બાદ જીવનની પહેલી પ્રસ્તુતિ થવાની હોવાથી પોતાના વતન સૌરાષ્ટ્ર ઘોઘાભાં ગામે જવા માટે સુરતથી બસમાં બેસી વતન જઇ રહયાં હતાં. દરમિયાન નેશનલ હાઇવે પર આવેલી હોટલ બસેરા ખાતે બસ ચા-નાસ્તા માટે રોકાઇ હતી. આ દંપતિ પણ નાસ્તો કરવા ઉતર્યું હતું.

દરમિયાન મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી અને તે બાથરૂમમાં ઢળી પડી હતી. હોટલ સંચાલકે સમયસુચકતા વાપરીને 108ને જાણ કરી દીધી હતી. 108ની ટીમે આવી સમય વેડફ્યા વગર જ મહિલાની પ્રસૂતિ સફળતાપૂર્વક બાથરૂમની અંદર જ કરાવી માતા અને પુત્ર નો જીવ બચાવ્યો હતો..
ઉલ્લેખનીય છે કે 108 ની ટીમ અવારનવાર મહિલાઓની પ્રસ્તુતિ અને અકસ્માતમાં અગ્રેસર રહેલી છે ત્યારે આજે ફરી એક વખત 108ની સમય સૂચકતા ના કારણે એક મહિલા અને પુત્રનો જીવ બચવામાં સફળ રહી હતી.

Next Story