Connect Gujarat
સમાચાર

સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ શહેરમાં ત્રિરંગા યાત્રા યોજાશે!

સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ શહેરમાં ત્રિરંગા યાત્રા યોજાશે!
X

૧૪ મી એ ત્રિરંગા યાત્રા - યાદ કરો કુરબાનીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાનું સિંચન થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત્ત થાય તેવા આશયથી ૭૨ મા સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૪ મી ઓગષ્ટના રોજ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂં આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ત્રિરંગા યાત્રા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાંજે ૦૫ઃ૩૦ કલાકે ભરૂચ શહેરના હોસ્ટેલગ્રાઉન્ડ ખાતેથી નિકળી વાયા કસક ગળનાળા - શીતલ સર્કલ થઇ જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સમાપન થશે. યાત્રા આરંભે પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજને સન્માન સાથે રાખવાનો રહેશે.

આ જીપમાં ક્રાંતિકારીઓ ગાંધીજી, સરદાર પટેલ, ભગતસીંગ, ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભીત કરવાની રહેશે. પાછળ પોલીસ બેન્ડનું વાહન, ૭૨ બાઇક સવારો, યુનિફોર્મમાં પોલીસ જવાનો, બાઇક પાછળ પોલીસ સ્ટુડન્ટ કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ તથા એન.સી.સી. કેડેટ, સ્વામી વિવેકાનંદ મંડળના સભ્યો, મહિલા મંડળના સભ્યો અને નાગરિકો જાડાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. ત્રિરંગાયાત્રામાં જાડાનાર નાગરિકોના હાથમાં દેશભક્તિના સુત્રો દર્શાવતા પ્લેકાર્ડ રાખવાના રહેશે.

ત્રિરંગા યાત્રાના સમાપન વેળાએ મહામુલી આઝાદીને યાદ કરવા માટે યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભક્તિના ગીતો સ્થાનિક કલાકારો ધ્વારા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના મહાનુભાવો ધ્વારા મશાલ પ્રજ્વલ્લન તથા સમર્પણનો સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવશે.

આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખશ્રીમતી સુરભીબેન તમાકુવાલા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી, પ્રાંત અધિકારી દેસાઇ સહિત પોલીસ, આર.ટી.ઓ., રમતગમત વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story