Connect Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના ૧૫૮ કામો પ્રગતિમાં: ૩૮ કામો પૂર્ણ

વડોદરા જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના ૧૫૮ કામો પ્રગતિમાં: ૩૮ કામો પૂર્ણ
X

જિલ્લામાં રૂ.૭૩૧ લાખના ખર્ચે જળ સંગ્રહના ૩૨૯ કામો હાથ ધરાયા

રાજ્ય સરકાર દ્વારા સુફલામ જળ અભિયાન-૨૦૨૦ હેઠળ જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.સુજલામ સુફલામ્ જળ અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માં મળેલ સફળતા બાદ કોરોના સંકટ વચ્ચે પણ ચાલુ વર્ષે સરકારે આ અભિયાન હાથ ધર્યું છે.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ્ જળ અભિયાન હેઠળ રૂ.૭૩૧ લાખના ખર્ચે જળ સંચય જળ સંગ્રહના ૩૨૯ જેટલા કામો હાથ ધરવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં ૧૩૯ તળાવ ઊંડા કરવાના અને ૫૯ જેટલા કાસ, કેનાલ સફાઈના કામો સહિત કુલ ૧૯૮ કામો શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી ૩૮ કામો રૂ.૬૦ લાખના ખર્ચે પૂર્ણ થયા છે.

જિલ્લામાં તબક્કાવાર વધુ કામો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.તળાવ ઊંડા કરાતા ૨૦૬૮૧૫ ઘન મીટર માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે. જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો માટે ૧૭૫૫ જે.સી.બી,૪૩૩૦ ટ્રેક્ટર સહિત કુલ ૬૦૮૫ સાધનોના ઉપયોગથી સમગ્રયતા માટી કાપ કાઢવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૫૮૮૫ માનવ દિન રોજગારી ઊભી કરવામાં આવી છે જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરાતા જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે.

Next Story