/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-485.jpg)
જીવન માં દરેક લોકો નું કોઈ સપનું જરૂર હોય છે અને એ સપનું જયારે સાકાર થાય ત્યારે એ ખુશી કૈક અલગ જ હોય છે.રાજકોટ ની એચઆઈવી પોઝીટીવ પીડિત એક ૧૬ વર્ષીય તરૂણી કે જેનું સપનું પોલીસ ઓફિસર બનવાનું હતું અને એ સપનું આજે પૂરું થયું છે.આ તરૂણી આજે મહિલા પોલીસ મથક માં ઓફિસર બની પહોચી હતી અને રાજકોટ મહિલા પોલીસ મથક ના સ્ટાફે તેમને સેલ્યુટ કરી માનભેર સ્વાગત કર્યું હતું.
રાજકોટમાં રહેતી અને જન્મ થી એચઆઈવી પોઝીટીવ ગ્રસ્ત તરૂણી કે જેનું સપનું હતું પોલીસ ઓફિસર બનવાનું. રાજકોટ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી સંસ્થા દ્વારા ૨૫ બાળકો ની ઈચ્છા પૂરી કરવા નક્કી કર્યું હતું જેમાંથી ૨૪ જેટલા એચઆઈવી ગ્રસ્ત બાળકો એ અલગ અલગ વસ્તુઓની માંગણી કરી હતી.
પરંતુ આ તરૂણી એ એક દિવસ પોલીસ બનવાનું સપનું હોવાનું જણાવ્યું હતું.. બાળકી ની ઈચ્છા ને ધ્યાને રાખી સંસ્થા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર ને રજૂઆત કરવામાં આવી હતી જેને લઇ પોલીસ કમિશ્નર દ્વારા આ બાળકી ને એક દિવસ મહિલા પોલીસ મથક માં ઓફિસર નો હોદો આપી તેની ઈચ્છા પૂરી કરવા નક્કી કર્યું હતું.
આજ રોજ મહિલા પોલીસ મથક ખાતે રાજકોટ મહિલા પોલીસ સ્ટાફે તરૂણી નું સેલ્યુટ આપી માં ભેર સ્વાગત કર્યું હતું અને બાદમાં તમામ સ્ટાફ ની મુલાકાત લઇ અરજદારોની રજૂઆત સાંભળી હતી. રાજકોટ ના હોસ્પિટલ ચોક નજીક આવેલ અને વર્ષ ૨૦૦૩ થી કાર્યરત રાજકોટ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઈવી સંસ્થા સાથે ૫૫૦૦ લોકો જોડાયેલા છે.
૧૫ દિવસ પહેલા સંસ્થા દ્વારા ૨૫ બાળકો ની ઈચ્છા પૂરી કરવા નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાંથી એક આ અલગ કિસ્સો સામે આવ્યો હતો જે પણ પૂરો થતા સંચાલકો ના ચહેરા પર પણ અલગ આનંદ જોવા મળતો હતો.. રાજકોટ પોલીસ ની મદદ થી આજે આ બાળકી નું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું છે અને બાળકી ના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી રહી છે. તો તરૂણી એ પણ આજે તેનું સપનું પૂરું થતા ખુશી વ્યક્ત કરી રાજકોટ પોલીસ નો આભાર માન્યો હતો.